<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભાવનગરમાં ફરી એક વિદ્યાર્થિની સાથે સ્કૂલવાનના ડ્રાઈવરે અડપલાં કર્યા

13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાનના ડ્રાઇવરે ગંદી હરકત કરી : જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી

ભાવનગરમાં ફરી એક વિદ્યાર્થિની સાથે સાથે વિકૃત સ્કૂલવાનના ડ્રાઈવર દ્વારા અડપલાં કરવાની ચકચારીત ઘટના સામે આવી છે. જ્યાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ડ્રાઈવરે ગંદી હરકતો કરી શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  ભાવનગરના પાલીતાણામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાંમાં સ્કૂલ વાનચાલક સામે શારિરીક અડપલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાન ચાલક જાહિદ કાજી સામે તપાસ હાથ ધરી છે.

  ક્લાસ બાદ ઘરે ગયેલી બાળકીએ પરિવારને સમગ્ર વાત જણાવતા પરિજનો હેબતાઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, અવાર નવાર હેવાન સ્કૂલવાન ચાલકની આવી કલંકીત ઘટના સામે આવતી હોય છે.


 

(5:24 PM IST)