<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાનું 50 લાખનું વીજબીલ બાકી : PGVCLએ આપી અંતિમ ચેતવણી

ગારીયાધાર નગરપાલિકાને વીજબીલ ભરવા માટે PGVCL દ્વારા છ નોટિસ ફટકારી

ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાનું 50 લાખ રૂપિયાનું બાકી બીલ ભરવા માટે PGVCL દ્વારા અલ્ટીમેટમ આપવામા આવ્યું છે. મળતા  અહેવાલ પ્રમાણે વોટર વર્કસ, સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપી નાખવા માટે PGVCLએ અંતિમ ચેતવણી આપી છે. 

  ગારીયાધાર નગરપાલિકાને વીજબીલ ભરવા માટે PGVCL દ્વારા છ નોટિસ ફટકારવામાં આવી છે. નોટીસ ફટકારી છતાં પણ ગારીયાધાર નગરપાલિકા ગણકારતી નથી.વોટર વર્કસ ડિપાર્ટમેન્ટનું 34 લાખ અને સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટનું 16 લાખ બીલ લાંબા સમયથી બાકી છે.સતત ખાડે જઈ રહેલા ગારીયાધાર નગરપાલિકાનું વહીવટી શાશન જો વીજબિલ ભરપાઈ નહિ કરે તો શહેરીજનોને મુશ્કેલીમાં મુકશે..

 

(5:41 PM IST)