તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફુસ કેરીની વધતી આવક : ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી
બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 15 દિવસ વહેલું; ઉનાળાના પ્રારંભ સાથે જ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન

ગોંડલના માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસરની સાથે રત્નાગિરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી.
આજે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ. જ્યારે હરાજીમાં 10 કિલોના એક બોક્સનો ભાવ 2500થી 3500 રૂપિયા બોલાયો હતો.
ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ઉનાળાની સિઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચૂકવી ખરીદી કરી રહ્યા છે.
ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન દરમ્યાન કાંટાળા, તલાલા, ગીર ગઢડાનું જસાધાર, બાબરીયા સહિતના પંથકમાંથી ખેડૂતો કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ ગણવામાં આવે છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે. આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 15 દિવસ વહેલી આવક થઈ હતી. હરાજીમાં કેસર કેરીના 10 કિલો બોક્સના રૂપિયા 3500 ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
જ્યારે યાર્ડમાં હાફૂસ કેરીની પણ આવક થઈ છે. આ આવકમાં ઉનાળાના પ્રારંભ સાથે જ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં કેસર કેરીના 100 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે, ત્યારે રત્નાગીરી હાફૂસ કેરી 200 થી 250 બોક્ષની આવક નોંધાઈ છે.
બે ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 2000 થી 6000 બોલાયો છે. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આગકમાં વધારો જોવા મળશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
