તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
મોરબી : ગુજકેટ પરીક્ષા : મોરબીમાં ફીઝીક્સ-કેમિસ્ટ્રીમાં ૩૨, બાયોલોજી પેપરમાં ૧૮ મેથ્સ વિષયના પેપરમાં ૧૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા.
જીલ્લામાં કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લામાં ગુજકેટ ૨૦૨૫ ની પરીક્ષા યોજાઈ રહી છે જીલ્લામાં કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરુ થઇ હતી જેમાં બે સેશનમાં કુલ ૫૦ ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા.
ગુજકેટ પરીક્ષામાં ફીઝીક્સ અને કેમિસ્ટ્રી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૮૯૧ અને અંગ્રેજી માધ્યમમાં ૨૨૩ હાજર રહ્યા હતા જયારે ગુજરાતી માધ્યમમાં ૨૪ અને અંગ્રેજી માધ્યમમાં ૦૮ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા તેમજ બાયોલોજી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના ૧૨૯૫ હાજર અને અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ હાજર રહ્યા હતા અને ગુજરાતી માધ્યમમાં ૧૬ તેમજ અંગ્રેજી માધ્યમમાં ૦૨ સહીત ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા બંને સેશનના મળીને કુલ ૫૦ પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
મોરબી જીલ્લામાં ૧૦ પરીક્ષા કેન્દ્રો પર ગુજકેટ પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં મેથ્સ વિષયના પેપરમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
મેથ્સ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૫૯૭ અને અંગ્રેજી માધ્યમમાં ૧૨૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ગુજરાતી માધ્યમના ૦૮ તેમજ અંગ્રેજી માધ્યમમાં ૦૬ સહીત કુલ ૧૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
