તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ABVP મોરબી દ્વારા ૨૩ માર્ચ શહિદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ તથા રક્તદાતાઓએ રક્તદાન કર્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજે ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે આજે ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ તથા રક્તદાતાઓએ રક્તદાન કર્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
