<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

પોરબંદર મ્યુનિ.કમિશનર દ્રારા શહેરમાં રખડતા આખલાઓને તાત્કાલિક પકડી ગૌશાળામાં રાખવાની કામગીરી પુરજોશમાં

શહેરના 200થી પણ વધુ આખલાને ઝડપીને ઓડદર મુકામે ગૌશાળામાં રાખવામાં આવી રહ્યા છે.

પોરબંદર મહાનગરપાલિકા બનતા જ કમિશનર દ્રારા શહેરમાં રખડતા તોફાની આખલાઓ ને તાત્કાલિક પકડી ગૌશાળામાં રાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરોએ જાણે કે આખા શહેરને બાનમાં લીધું હતું. અનેકવાર જાહેર માર્ગો પર આખલાઓ દ્વારા થતી લડાઈમાં માર્ગ અકસ્માત થતા હતા. વધતા બનાવોને પગલે કમિશનરે આકરા પગલાં લેવાનું શરૂ કર્યુ છે. 

 શહેરના 200થી પણ વધુ આખલાને ઝડપીને ઓડદર મુકામે ગૌશાળામાં રાખવામાં આવી રહ્યા છે. પાછલા થોડા સમયથી દિવસ રાત ગાય અને આખલાઓને પકડવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને ભવિષ્યમાં શહેરમાં રખડતા પશુઓને લીધે કોઈપણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય. પાલિકાની કાર્યવાહીને શહેરીજનો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.

 

(9:13 PM IST)