<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

મયુર નેચર ક્લબ મોરબી દ્વારા 1300 જેટલાં ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  તારીખ 23 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ ક૨વામાં આવ્યું હતું. મોરબીના શનાળા રોડ પર રામચોક ખાતે આવેલી સંદેશ ઓફિસ નીચે મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ફ્રીમાં ચકલીના માળાનું વિતરણ કરાયું હતું.

    સવારે 9 વાગ્યાથી જ મોટી સંખ્યામાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકો ચકલીના માળા લેવા માટે ઉમટી પડ્યા હતા. માત્ર અઢી કલાકમાં જ 1300 જેટલા ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો આ માળાને જુદી જુદી જગ્યાએ લગાવીને આ ઉનાળાની ગરમીમાં ચકલીને આશરો મળી રહે તે માટેના પ્રયત્નો કરશે.

(10:43 PM IST)