News of Monday, 24th March 2025
જેતપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તળતીય પાટોત્સવ અંતર્ગત મહિલા દિનની ઉજવણી

જેતપુરઃ જુનાગઢ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તળતીય પાટોત્સવની ઉજવણી ના ભાગરૂપે ગતરોજ મંદિર ખાતે બપોરે બે થી પાંચ કલાક દરમિયાન મહિલા દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ ના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ. મંદિરની બાલિકા મંડળ દ્વારા જુદા જુદા સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરેલ જેમાં મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવામાં આવેલ હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડીયા, ડોક્ટર ઇશિતાબેન વ્યાસ સહિતના મહિલા આગેવાનો ઉપસ્થિત રહેલ.
પ્રસંગોચિત ઉદબોધન કરતા ડોક્ટર ઈશિતાબેન વ્યાસે જણાવેલ કે નારી ઘર ને મંદિર બનાવે છે. એકસ્ત્રી માત્ર એક પરિવારની જ નહીં, પણ એક સમાજનું ઘડતર કરે છે.
BAPS સંસ્થામાં મંદિરો દ્વારા નારી અને પરિવારને પ્રેરણા, સદાચાર અને આધ્યાત્મિક મૂલ્યો મળતા રહે છે.
નારીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એક કુટુંબ અને સમાજ માટે અગત્યનું છે. સંતુલિત આહાર, યોગ અને આધ્યાત્મિકતા દ્વારા તંદુરસ્ત જીવન જીવવા BAPS સંસ્થા પ્રેરણા આપે છે. મહિલા દિન દ્રારા મહિલાઓને સારુ એવું પ્લેટફોર્મ મળી રહે છે.
આ કાર્યક્રમનો ૧૦૦૦ જેટલી મહિલાઓ એ લાભ લીધેલ.(તસ્વીરઃ અહેવાલઃ કેતન ઓઝા. જેતપુર) (૩૮.૩)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
