<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં વધારો

મહતમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા આકરો તાપ

રાજકોટ, તા., ર૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉનાળાનો આકરો તાપ ધીમે-ધીમે વધવા લાગ્‍યો છે. બપોરના સમયે અસહ્ય ઉકળાટના કારણે લોકો ઘરની બહાર  નિકળવાનું ટાળે છે અને એસી તથા પંખાના સહારે ઘરની અંદર જ બેસી રહે છે.બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઉંચે થતો રહેતા લોકોને આકરા ઉનાળાની અસર વધુ થવા લાગી છે.

જામનગર (મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.પ, મહતમ તાપમાન ૩૭.૪, ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતી ૪.૪ કી.મી. રહી હતી.

 

ગુજરાત માટે આગામી ચાર દિવસ હિટવેવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૪: આજ રાત્રીથી જમ્‍મુ કાશ્‍મીર પર નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટબન્‍સ દસ્‍તક દેશે. વધુ એક ડબલ્‍યુ ડી તેની પાછળ આવી રહયું છે. આ બન્ને ડબલ્‍યુડી બહુ મજબુત ન હોવાને કારણે તેની અસર પર્વતો સુધી મર્યાદીત રહેશે. જો કે આ કારણે પવનોની દિશાઓ બદલાયે ગુજરાત માટે આગામી ચારેક દિવસ હિટવેવ જેવો માહોલ ગરમાશે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત કહે છે કે આગામી ર૬-ર૭ માર્ચ સુધી ગુજરાતમાં હિટવેવ જેવી સ્‍થિતિ રહેશે. અરબ સાગરથી પવનો ગુજરાત તરફ વહેતા થશે જેને કારણે ભેજ સભરના ગરમ પવનો લોકોને અકળાવનારા સાબીત થશે. મહેશ પલાવત અનુસાર માર્ચ-એપ્રિલ-મે, આ ત્રણ માસ પ્રીમોન્‍સુન એકટીવીટીના ગણાતા હોઇ, ઓડીસા સહિત પુર્વના રાજયોમાં હાલ પ્રીમોન્‍સુન એકટીવીટી સક્રિય પણે જોવા મળી રહી છે.

(11:10 AM IST)