News of Monday, 24th March 2025
ઉના ભાજપના હોદેદારો સાથે પરિચય બેઠક

ઉનાઃ ગીર સોમનાથ જીલ્લા ભાજપનાં નવનિયુકત પ્રમુખશ્રી ડો.સંજયભાઈ પરમાર સાથે ઉના શહેર-તાલુકા ભાજપના સંગઠન ના હોદેદારો, ચુંટાયેલાપ્રતિનિધિઓ તથા આગેવાનો સાથેની પરિચય બેઠક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં ઉનામાં યોજાયેલ હતી. પરીચય બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે સંગઠન વધું મજબૂત બને અને લોક મિજાજ પણ ભાજપાના પ્રચંડ સમર્થનમાં રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ વિકાસ લક્ષી કામગીરીનો લાભ છેવાડા નાગરિકો સુધી પહોચે તે માટે સક્રિય રહેવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક, જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખહિરેનભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, નગરપાલિકાનાપ્રમુખ પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, સહિતના આગેવાનો, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત નગરપાલીકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના સંગઠનના હોદેદારો, દરેક ગામના સરપંચશ્રીઓ, બુથપ્રમુખોઓ, તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
