<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ધ્રાંગધ્રા પાસેની પેપર મીલમાં ૧૯ કલાકે આગ કાબૂમાં : સુરેન્‍દ્રનગર કોમ્‍પ્‍લેક્ષમાં પણ આગ લાગી

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪ : સુરેન્‍દ્રનગર શહેર સહિત ગ્રામ્‍યમાં બે આગની ઘટનાઓ બની હતી. જેમાં ધ્રાંગધ્રા નજીક નવલગઢ પાસે આવેલી પેપરમિલમાં આગ લાગી હતી, જ્‍યારે બીજી આગ સુરેન્‍દ્રનગર શહેરની મુખ્‍ય બજારમાં આવેલા કોમ્‍પલેક્‍સમાં આગ લાગી હતી.

સુરેન્‍દ્રનગર શહેરની મુખ્‍ય બજારમાં આવેલા જોરાવરનગર કોમ્‍પલેક્‍સમાં આજે બપોરે આગ લાગી હતી. જો કે, આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્‍યું હતું. આગને લીધે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. કોમ્‍પલેક્‍સમાં આગને લીધે સુરેન્‍દ્રનગર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે આવી પાણીનો મારો ચલાવ્‍યો હતો. જોકે આગને જોતા ખરીદી માટે આવેલા ગ્રાહકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ કોમ્‍પલેક્‍સમાં છેલ્લા છ મહિનામાં બીજીવાર આગ લાગી હોવાનું સામે આવ્‍યું હતું.

પેપર મિલમાં લાગેલી ભીષણ આગ ૧૯ કલાક બાદ કાબૂમાં આવી હતી.     બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતા અને ૫૦ હજાર લિટર પાણીનો મારો ચલાવ્‍યાં બાદ આગ કાબૂમાં આવી હતી.

સુરેન્‍દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મિલમાં  આગ ફાટી નીકળી હતી. પેપર મિલમાં રહેલા પેપરના રોલ, પૂંઠા સહિતનો જથ્‍થો હોવાથી આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું.જેના પગલે સુરેન્‍દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, વિરમગામ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

ધ્રાંગધ્રામાં કાગળની એક ફેક્‍ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક વિશાળ અગનગોળો સમગ્ર વિસ્‍તારમાં ફેલાઈ જવાથી લોકોમાં ભારે ગભરાટ વ્‍યાપી ગયો હતો. SMDએ આગ બુઝાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. તેના પ્રતિભાવમાં, ભારતીય સેનાની ટુકડી ધ્રાંગધ્રા મિલિટરી સ્‍ટેશન ખાતે તૈનાત કરવામાં આવેલી તેમની અગ્નિશામક ટીમો સાથે મળીને તાકીદના ધોરણે કાર્યવાહીમાં લાગી ગઈ હતી. મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોના જીવ બચાવવા માટે શકય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. નાગરિક વહીવટીતંત્રની મદદથી લોકોને સલામત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા હતા.

તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પેપર મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્‍સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે.(

(11:39 AM IST)