<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

જૂનાગઢમાં હોર્ન વગાડવા મુદ્દે પોલીસમેન પર ૪ શખ્‍સનો હૂમલો

છોડાવવા વચ્‍ચે પડેલા કોન્‍સ્‍ટેબલના પત્‍નીને પણ ધક્કો મારી પછાડી દીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪: જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલ હુડકો પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ ક્‍વોટરમાં ફરજ બજાવતા ૨૯ વર્ષીય પોલીસ કોન્‍સ્‍ટેબલ મુકેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ રવિવાર બપોરે ૧૨:૩૦ વાગ્‍યે પત્‍ની અનિલાબેનને જીજે ૧૧ સીબી ૩૮૨૪ નંબરના બાઈક પર બેસાડીને મધુરમથી હુડકો પોલીસ લાઈન તરફ જતા હતા.

તે વખતે રસ્‍તામાં કોલેજ રોડ પર પ્રમુખ જ્‍વેલર્સ પાસે ત્‍યારે આગળ સિંગલ સવારી બાઈકનો ચાલક ચાલુ બાઈક પર મોબાઈલમાં વાત કરતો જતો હતો જેથી તેની આગળ સાઈડ લેવા માટે મુકેશભાઈએ હોર્ન વગાડતા તેણે સાઈડ આપેલ નહીં અને જમણી સાઈડમાંથી ફોર વ્‍હીલર જતા હતા અને બાઈક ચાલક ચાલુ ગાડીએ ફોન પર વાત કરતો જતો હતો તમે કોઈને સાઈડ આપતો ન હતો. આથી પોલીસ કર્મીએ હોર્ન વગાડ્‍યું હતું જમણી સાઈડ માં જગ્‍યા થતાં મુકેશભાઈએ ઓવરટેક કરતા બાઈક ચાલકે તું શું હોર્ન માર્યા માર થયો છે તું કાંઈ કલેકટર છો તો હોર્ન મારે છે તેમ કહેતા મુકેશભાઈએ સાઈડમાં બાઈક રોકતા બોલાચાલી કરી હતી આ દરમ્‍યાન પીસીઆર વાન આવતા પોલીસે શખ્‍સને સમજાવવાની કોશિશ કરી હતી.

પરંતુ શખ્‍સે ફોન કરી બાદમાં ભુતનાથ ફાટક પાસે શખ્‍સે બાઈક આડુ રાખી દંપતીને રોકી આ દરમ્‍યાન આવેલા ૩ શખ્‍સ અને બાઈક ચાલકે પોલીસમેનને માર માર્યો હતો તેમજ તેમને છોડાવવા વચ્‍ચે પડેલા પત્‍નીને પણ માર મારી ઇજા પહોંચાડી ૩ શખ્‍સ નાસી ગયા હતા.

આ દરમિયાન પોલીસે દોડી આવી એકને ઝડપી લીધો હતો. ઘટના અંગે ૪ શખ્‍સ સામે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી હતી

(11:44 AM IST)