<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ધ્રાંગધ્રા નજીક ઓનેસ્‍ટ હોટલ પાસે ટ્રેલરે બ્રેક મારતા અકસ્‍માત

વઢવાણ, તા., ર૪:  ધાંગધ્રા માલવણ હાઈવે ઉપર  રોડના મેન્‍ટેનન્‍સ સહિતની સમગ્ર કામગીરી કરતી કંપની મેનેજમેન્‍ટ ની બેદરકારીના કારણે હાઇવે પર છાશવારે અકસ્‍માતો જોવા મળતાં હોય છે ત્‍યારે ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર રાજગઢ ગામ નજીક હોનેસ્‍ટ હોટલ પાસે ટેલર ગાડી ચાલકે અચાનક બ્રેક મારતા ગંભીર અકસ્‍માત સજાયો હતો જેમાં ટેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તત્‍કાલીક અહમદાવાદ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો અકસ્‍માત થતા હાઇવે એક તરફનો બ્‍લોક થઈ ગયો હતો.

  પોલીસ તત્‍કાલીક ઘટના સ્‍થળે પહોંચી અને હાઇવે મેનેજમેન્‍ટ કંપનીના ટીમનો સંપર્ક કરેલ પણ તાલુકા પોલીસ અને જી.આર.ડી જવાનોએ હાઇવે ઉપર પડેલ લોખંડના પાઇપો સાઈડ ખસેડીને તત્‍કાલીન હાઇવે ઉપરનું ટ્રાફિક હળવું કરવામાં આવ્‍યું હતું. મેનેજમેન્‍ટ ટીમની બેદરકારીના કારણે છેલ્લા ૧૫ દિવસમાં ૧૦ જેટલા અકસ્‍માત ના બનાવો બન્‍યા છે.

 

(11:44 AM IST)