<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વંથલી પાસે બસ હડફેટે માણાવદરના વૃદ્ધનું રાજકોટ સારવારમાં મૃત્‍યુ

રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૪: માણાવદર ખાતે રહેતા ૬૫ વર્ષીય વશરામભાઈ કેશવલાલ વાજા નામના વળદ્ધ ગઈ તારીખ ૧૯ માર્ચના રોજ વંથલી પાસે માણાવદર રોડ પર વડવાળા હોટલ સામે રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે પુરપાટ ઝડપે આવેલી જીજે ૧૮ ઝેડ ૬૧૩૩ નંબરની એસટી બસના ચાલકે વશરામભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી સારવાર માટે પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવતા ગઈ તારીખ ૨૨ માર્ચના રોજ રાત્રિના સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ અકસ્‍માત અંગે મળતકના ગાંધીધામ ખાતે રહેતા પુત્રી પ્રજ્ઞાબેન નિલેશભાઈ ચૌહાણ ફરિયાદ કરતા વંથલી પોલીસે એસટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:45 AM IST)