<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ગોંડલનાં પત્રકાર આચાર્યનાં ઘરમાં આગ લાગી

ફળીયામાં રહેલી ઘરવખરી સળગીઃ પરીવારનો ચમત્‍કારિક બચાવ

ગોંડલ, તા.ર૪: ગોંડલનાં સિનિયર પત્રકાર જીતુભાઇ આચાર્ય નાં નાગડકા રોડ રામેશ્વર પાર્ક સ્‍થિત મકાન માં વહેલી સવારે આગ લાગતા અને આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ ને જાણ કરાઇ હતી.દોડી આવેલા ફાયર ફાયટરો એ પાણીનો મારો ચલાવી આગ કાબુમા લીધી હતી.         

પ્રાપ્ત વિગત મુજબ જીતુભાઇ ને ત્‍યા ગઇકાલે નવ ચંડી યજ્ઞનુ આયોજન કરાયુ હોય ઘર બહાર મંડપ નાંખ્‍યા હતા. યજ્ઞ બાદ ભાડે લવાયેલા મોટા કુલર, બાજોઠ પાટલા સહિત વસ્‍તુઓ ઘરનાં ફળીયામાં રાખી હતી.

વહેલી સવારે પરીવાર નિન્‍દ્રા માં હતો ત્‍યારે સવારે સાડા ચાર નાં સુમારે અચાનક આગ લાગતા ફળીયા માં રાખેલુ કુલર, બાજોઠ સહિત ઘરવખરી, વિજમિટર, બાથરૂમ નુ બારણુ, બહારનો ગેઇટ સળગી ઉઠતા આગ ની જાળ મંડપ ને લાગતા ત્રણ મંડપ પણ સળગી ઉઠ્‍યા હતા. આગની જવાળાઓ બીજા માળ સુધી પંહોચી હતી. દરમિયાન જીતુભાઇનાં ઘરથી પાંચમાં મકાનમાં રહેતા  આશાપુરા મંદિર નાં પુજારી મુકુંદભાઇ ને મંદિરે આરતી કરવા જવાનું હોય ઉઠ્‍યા હોય ઘરની બહાર નીકળતા અને આગ ને જોતા દોડીને દેકારો કરી જીતુભાઇ ને જગાડતા જીતુભાઇ તેમના ભાઈ અલ્‍પેશભાઈ સહિત નો પરીવાર ઉંઘમાંથી જાગી નીચે દોડી જઇ પાણી નાંખી આગ ઠારવા પ્રયત્‍ન કર્યા હતો પણ કારગત નહી નિવળતા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તુરંત દોડી આવેલા ફાયર ફાઈટરે પાણી નો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.દરમિયાન વીજ થાંભલેથી કનેક્‍શન કેબલ પણ સળગી ને લબડતા હોય પીજીવીસીએલ ના રુરલ ડેપ્‍યુટી એન્‍જી. મકવાણાને જાણ કરતા તેમણે તુરંત રામેશ્વર પાર્ક વિસ્‍તારનો વિજ પુરવઠો બંધ કરી વિજ કર્મચારીઓ નેદોડાવ્‍યા હતા.જેથી વિજ કરંટ થી બચાવ થયો હતો. બનાવ ને પગલે સોસાયટી ના રહીશો જાગી જઇ મદદે દોડી આવ્‍યા હતા. જો મુકુંદભાઇ પુજારીને આગ ની જાણ નાં થઇ હોતતો  આગની જવાળાઓ ગેલેરી માં રહેલા કંપ્રેશરને જપેટમાં લઇ જીતુભાઇ નાં રુમ માં પહેચી હોત અને મોટી દુર્ઘટના સર્જાય હોત. પણ પરીવારનો ચમત્‍કારિક બચાવ થયો હતો.

 

(11:46 AM IST)