તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 24th March 2025
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે સાઠગાંઠ મુદ્દે ડીવાયએસપીનું નિવેદન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪ : સુરેન્દ્રનગર તાજેતરમાં પ્રાંત અધિકારી દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ખનિજ માફિયાઓ સાથે લીંબડી અને સુરેન્દ્રનગર ડીવાયએસપી ના સાંઠગાંઠના આક્ષેપોને મામલે અંતે પોલીસે મૌન તોડ્યું છે. ખુદ ચોટીલા પ્રાંત અધિકારીએ બન્ને ડિવિઝનના ડીવાયએસપી ઓના નામથી ખનીજ માફિયાઓ સાથેની વાતચીતનું રેકોર્ડિગ વાઈરલ કર્યું છે. ડીવાયએસપી વી.બી.જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, ચોટીલા પ્રાંત અધિકારી આક્ષેપો કરે છે પુરાવા ન હોય તો આક્ષેપ ન કરવા જોઈએ.ડીવાયએસપી વી.બી.જાડેજાએ કહ્યું કે, ખનીજ માફિયાઓ સાથે જે વાતચીત કરવા માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અમારી ઓફિસના નંબર નથી. ખુદ પ્રાંત અધિકારીએ ત્રણ મોબાઈલ જપ્ત કરી અને તે મોબાઇલમાં ડીવાયએસપી ઓના નામથી સેવ કરેલા નંબરની વાતચીતની ઓડિયો કલીપ વાઈરલ કરી છે. પ્રાંત અધિકારી ખોટા નિવેદનોથી દૂર રહે અને સાચી તપાસ કરી ત્યારબાદ નિવેદનો આપે.ખનીજ માફિયાઓ સાથે સાઠગાંઠ મુદ્દે પોલીસ અને પ્રશાસન સામસામે આવી ચડ્યાં છે.
તો આ મામલે પ્રાંત અધિકારીના નિવેદન બાદ સમગ્ર મુદ્દે ૨ ડીવાયએસપી ની ઇન્કવાયરી તપાસ શરૂ કરાઈ છે જેમાં ડીવાયએસપી નિકુંજ પટેલને તપાસની જવાબદારી સોંપાઈ છે. આ મામલે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે, જે ઓડિયો ક્લિપ ખનિજ માફિયાઓ સાથેની પ્રાંત અધિકારીએ વાઇરલ કરી છે એ મારી છે જ નહીં. જે ખનિજ માફિયાઓ સાથે વાતચીત કરવામાં આવે છે તે નંબર પણ મારો નથી. લીંબડી અને સુરેન્દ્રનગરના બે ડીવાયએસપી સામે ઈન્કવાયરી તપાસ સોંપવામાં આવી છે. ખનીજ માફિયાઓ સાથે પોલીસનો શું સંબંધ તે દિશામાં હજુ આગળ તપાસ કાર્યરત છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
