<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

હિરામાં મંદીના કારણે જસદણના કલ્‍પેશ ઝીંઝુવાડીયાનો ડેમમાં ઝંપલાવી આપઘાત

બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ર૪: જસદણના ચિતલીયા કુવા રોડ પર ઉમિયા નગરમાં રહેતો ૩૪ વર્ષીય કલ્‍પેશ લાલજીભાઈ ઝીંઝુવાડીયા નામના યુવકે બેકારીથી કંટાળી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

 જસદણમાં છેલ્લા ૧૫ વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હોય અને હાલ હીરામાં મંદીને લઈને પૂરતું કામ ન થતું હોય જેના પરિણામે ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્‍કેલી પડતી હોય જેને લઈને બેકારીથી કંટાળી આજે ૧.૩૦ કલાકે ઘેરથી નીકળી જસદણ થી દૂર પાંચ કિલોમીટર આલણ સાગર તળાવમાં પડી આપઘાત કર્યો હતો. ડેમના કાઠે તેમનો મોબાઇલ અને આધારકાર્ડ પરથી સરપંચે પરિવારજનોને જાણ કરતા પરિવારના લોકો તાત્‍કાલિક ઘટનાને પહોંચી યુવકનું મળતદેહ બહાર કાઢી જસદણ સિવિલ હોસ્‍પિટલ પીએમ માટે લઈ આવ્‍યા હતા આપઘાત કરનાર યુવક  ને એક બહેન અને બે ભાઇ માં નાનો છે અને તેના લગ્ન બોટાદ ગામે થયેલા હતા તેમને પરિવારમાં એક પુત્રી અને પુત્ર સગીર વયના છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે હીરામાં મંદી હોય અને પૂરતું કામ નથી થતું હોય તેથી આપઘાત કર્યો હોય તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવ્‍યું હતું. આપઘાતને લઈને પરિવાર શોકમય બની ગયો હતો.

(11:47 AM IST)