તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th March 2025
ભાવનગરના પાલીતાણામાં સ્કુલ વાનના ડ્રાઇવરે સગીરા સાથે અડપલા કર્યા

ભાવનગર, તા.૨૪: પાલિતાણા પંથકમાં એક સગીરાને સ્કુલે લેવા મુકવા જતો ડ્રાઇવર જાહિદભાઇ ઇકબાલભાઇ કાઝી (રહે. બહેરામપરા, પાલિતાણા)એ તેની જ વાનમાં આવતી અગિયાર વર્ષિય સગીરા પર ખરાબ નજર કરી હતી અને ગઇકાલે સગીરાને છાતી તેમજ ખંભાના ભાગે અડપલા કર્યા હતા જે બાદ સગીરાએ ડરી જતા તમામ બનાવ ઘરે આવી તેના માતા-પિતાને કરતા સગીરાના વાલીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં સ્કુલવાનના ડ્રાઇવર જાહિદભાઇ ઇકબાલભાઇ કાઝી વિરૂદ્ધ પોક્સો સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
