News of Monday, 24th March 2025
ખંભાળિયામાં નંદી ઉપર જીવલેણ હુમલો થતા પશુ પ્રેમીઓ લાલ ધુમ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ : દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયામાં રખડતા નંદી ઉપર જીવલેણ હુમલો થતા પશુ પ્રેમીઓ લાલ ધુમ થયા છે
હર્ષદપુર વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તિક્ષણ હથીયાર વડે નંદી પર હુમલો કરાયો હતો.લોહી લોહાણ હાલતમાં નંદી જોવા મળતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.ઘાયલ નંદીને પશુ ડોકટર દ્વારા પ્રાથમિક સારવાર અપાઇ છે.નંદીને વધુ સારવાર માટે એનિમલ ટ્રસ્ટ દ્વારા અબોલ તીર્થ ખાતે ખસેડાયો છે.
જિલ્લામાં વારંવાર અબોલ પશુઓ પર બનતી હુમલાની ઘટના ને લઇ પશુ પ્રેમીઓ દ્વારા નવા કાયદા લાવવા માંગ કરાઇ છે.તેમ દેશુર ધમા પશુ પ્રેમીએ જણાવ્યું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
