<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

એમ.બી.બી.એસ.ની પદવી મેળવીને લોહાણા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતાં ડૉ ધાર્મિક વસાણી

એમ. બી. બી. એસ. ની પદવી મેળવીને લોહાણા રઘુવંશી સમાજનું ડૉ ધાર્મિક વસાણીએ ગૌરવ વધાર્યું છે.ત્રીજી પેઢી ડૉક્ટર બની ગૌરવ વધારતા ડૉ ધાર્મિક વસાણી.દાદા ડૉ પ્રભૂદાસભાઈ વસાણી, પિતાજી ડૉ. યોગેશ વસાણી, અને ત્રીજી પેઢી ડૉ ધાર્મિક વસાણીએ ડૉક્ટર બની અમરનગર, વસાણી પરીવાર અને રઘુવંશી સમાજ નું ગૌરવ વધારેલ છે ડૉ ધાર્મિક વસાણી જલારામ બાપા ના વેવાઈ સંત શિરોમણી પૂ જસુમાં નાં વંશજ છે એ આગળ અભ્યાસ કરી રુગ્ણ નારાયણ ની સેવા કરી બે પેઢી ટોકન ચાર્જ થી સારવાર આપી રહેલ છે એ આગળ વધારવા માંગે છે ડૉ ધાર્મિક વસાણી ને સર્વત્ર થી અભિનંદન ની વર્ષા થઇ રહેલ છે

 (મો. ૯૪૨૯૩ ૩૬૫૧૧)

(12:00 PM IST)