તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 24th March 2025
મોરબીમાં યુવતીની છેડતી કરનાર શખ્સનું પોલીસે સરઘસ કાઢયું : લોકોના ટોળા એકત્ર થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબીની અવની ચોકડીએ યુવતીની છેડતી કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો હતો અને બાદમાં યુવતીએ વીડિયો જાહેર કરી જાહેર સરઘસ કાઢવાની માંગ કરી હતી ત્યારે પોલીસે આરોપીનો વરઘોડો કાઢી ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રી- કર્ન્ટ્સશન કરાવ્યું હતું.
મોરબીની રહેવાસી યુવતી કોલેજે નોકરી માટે જતી ત્યારે એકાદ વર્ષથી એક ઇસમ પીછો કરી મોબાઈલ નંબર માંગી હેરાન કરતો હતો તેમજ સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરેશાન કરતો હતો તાજેતરમાં યુવતી અવની ચોકડી માસીના ઘર પાસે ગઈ હતી ત્યારે ત્યાં બાઇકમાં આવી હેરાન કરતો હતો જેથી માસીએ ઇસમને પૂછતા તેમજ લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી ગયો હતો. અવારનવાર હેરાનગતિથી યુવતી કંટાળી ગઈ હતી અને આરોપી મેહુલ જીલરીયા યદુનંદન ૧ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તુરંત તપાસ ચલાવી આરોપી મેહુલને ને નશાની હાલતમાં દબોચી લીધો હતો જે આરોપીને પોલીસ ઘટનાસ્થળે લઈ આવી જાહેર સરઘસ કાઢયું હતું અને ઘટનાનું રી- કર્ન્ટ્સશન કરાવ્યું હતું ત્યારે સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર જોવા મળ્યા હતા.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
