News of Monday, 24th March 2025
દ્વારકા નજીક ખાનગી કંપનીના યલો ઝોનમાં ડ્રોન ઉડાવતા ફરિયાદ

ખંભાળીયા, તા.૨૪: દ્વારકાથી આશરે ૩૧ કિલોમીટર દૂર આવેલી આરએસપીએલ લિમિટેડ (ઘડી કંપની)માં યલ્લો ઝોન વિસ્તારમાં કોઈ શખ્સ દ્વારા ગત તારીખ ઉ માર્ચના રોજ રાત્રિના સમયે ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાનું કંપનીના સિકયુરિટી કર્મચારીને ધ્યાન આવ્યું હતું.
આથી ઝારખંડ રાજ્યના જમશેદપુરના મૂળ વતની અને હાલ આરએસપીએલ કંપનીમાં સિકયુરિટી ડિપાર્ટમેન્ટના હેડ મનોહરકુમાર રઘુવંશમની જયસ્વાલ (ઉ.વ. ૫૬) દ્વારા અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે અહીં ડ્રોન ન ઉડાવવા અંગેનું જાહેરનામું હોવા તેમજ આ સંવેદનશીલ વિસ્તારમાં વાઈટલ ઇન્સ્ટોલેશન એરીયા હોવા છતાં આરોપી દ્વારા ડ્રોન ઉડાવીને કોઈ વ્યક્તિનું મળત્યુ નીપજી શકે અને માનવ જીવન જોખમાઈ શકે તેવું બેદરકારભર્યુ કળત્ય કરીને બદઈરાદાથી ભયનો માહોલ સર્જીને ડ્રોન કેમેરા (યંત્ર) ઉડાવવાનું આ કળત્ય કરવામાં આવ્યું હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ તેમજ ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાય ધરવામાં આવી છે.
કલ્યાણપુર, મીઠાપુરમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામેથી પોલીસે તીનપતી નામનો જુગાર રમી રહેલા હેમંત રણમલભાઈ ગોરીયા, રમેશ હમીરભાઈ ધ્રાંગુ, ધના રામાભાઈ કરંગીયા, હેમંત હમીરભાઈ ધ્રાંગુ, હરદાસ રાજશી ભાઈ કરંગીયા અને જેસા અરશીભાઈ કંડોરીયા નામના છ શખ્સોને ઝડપી લઈ, રૂ. ૧૫,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મીઠાપુર પોલીસે ટાટા કંપનીના ર્પાકિંગમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સીદુભા અબડાભા જમ અને શિવાભા જેઠાભા જગતીયાને જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતી.
મોજપ ગામે ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાંખરાની વાળ કરતા
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા માયાભા ગગાભા કુંભાણી નામના ૩૩ વર્ષના હિન્દુ વાઘેર પુવાન તેમની સાથે ગગાભા રાણાભા, વાઘાભા દેવુભા અને જીવણભા ગગાભા સાથે મળીને આરોપી કિશનભા ઉર્ફે અનિલભાના ઘર પાસે આવેલા ફરિયાદી માયાભા ગગાભાના ખુલ્લા પ્લોટ (વાડા)માં બાવળના ઝાખરા કાપીને વાડ કરતા હતા.
ત્યારે આ બાબતે બોલાચાલી કરી હઠીયાભા જીવણભા, દીપુભા જીવણભા, રાજુભા હઠીયાભા, કિશનભા ઉર્ફે અનિલ ઓઘડભા, ભરતભા ઓઘડભા, શોભનાબેન અનિલભા, સીમાબેન દીપુભા, જશુબેન રાજુભા હઠીયાભા, સંતોકબેન ભરતભા અને ભીખુભા પોલાભા કારા નામના ૧૦ શખ્સોએ સાથે મળી, બિભત્સ ગાળો કાઢી, ધારીયા તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આબઘડાટીમાં ફરિયાદી તેમજ સાહેદોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આરીતે ૧૦ આરોપીઓએ સાથે મળી, ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માયાભા ગગાભા કુંભાણી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક
મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તળોદા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા તથા ખેત મજૂરી કરતા પ્રવીણભાઈ નવાભાઈ પાડવી નામના ૪૨ વર્ષના યુવાનને શુક્રવારે સાંજના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મળત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ અજયભાઈ પાડવીએ ખંભાળિયા પોલીસને કરી છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
