News of Monday, 24th March 2025
સાંગોદ્રા ગીરની સીમમાં કરોડો રૂપિયા સાથે ઝડપાયેલ જુગાર કલબ મુદ્ે તપાસનો ધમધમાટ

૫૫ આરોપીઓ, ૨૭ લાખની રોકડ, ૧૫ લકઝરી મોટરકાર, ૭૦ મોબાઈલ, વિદશી દારૂની બોટલો સહીત ૨.૩૪ કરોડનો મુદામાલ કબજે : વેરાવળના જમીન મકાનના ધંધાર્થીનો રીસોર્ટ હોવાનું ખુલ્યુ પણ કડીના શખ્સને ભાડે આપ્યો હતો સંચાલન કરનાર ભાવેશને ઉઠાવાયો
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: આઈ.જી નિલેષ જાઝડીયા, એસ.પી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જીલ્લા ક્રાઈમ બ્રાંન્ચ ની ટીમે ગીર વિસ્તારમાં સૌથી મોટા પાયે જુગારની કલબ ચાલતી હોય તેવી બાતમી મળેલ હતી તેથી પોલીસે વોચ ગોઠવી દરોડો પાડેલ હતો.
એલ.સી.બીના પી.આઈ એ.બી. જાડેજાએ જણાવેલ હતું કે વેરાવળમાં જમીન મકાન લે વેચનું કામ કરતા જયેશ પંડયા ઉર્ફે લાલો પંડયાનુ તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર ચીત્રાવડ ગીરની વચ્ચે જંગલ વિસ્તારમાં ધ પ્રીમયર ગીર રીસોર્ટ છે જે કડીના ભાવેશના નામના શખ્સને ભાડે આપેલ હતું તેમાં ઘણા સમયથી સૌથી મોટી જુગાર કલબ ચાલતી હોય રાજયભરમાંથી જુગારીઆ આવતા હતા જેની એક અથવા બે દિવસની પેકેજ ટુર પણ ગોઠવાતી હતી જેથી બાતમીના આધારે વોચ ગોઠવલ હતો તા.૨૩ માર્ચના રોજ રવિવારના દિવસે સાંજે એલ.સી.બીના પી.એસ. આઈ આકાશ સિંધવ સહીત જવાનોએ આખા રીસોર્ટને ઘેરી લઈ દરોડો પાડેલ હતો આ પ્રીમીયર ગીર રીસોર્ટમાં ૫૫ જેટલા શખ્સો ખુલ્લેઆમ જુગાર રમી રહેલ હતા અને વિદેશીદારૂની બોટલો પણ સ્થળ ઉપરથી મળી આવેલ હતી. રીસોર્ટ માંથી ૧૫ લકઝરી ગાડી, ૭૦ મોબાઈલ સહીત રૂા.૨,૩૨,૯૦,૭૦૦ નો મુદામાલ કબજ કરેલ હતો આટલા મોટા પ્રમાણમાં જુગારીઓ ઝડપાતા તમામ ના કાર્યવાહી કરતા રાત આખી કામગીરી ચાલુ હતું તાલાલા પોલીસ સ્ટેશન જુગારીઓને સાચવવા માટે નાનુ પડેલ હતું.
સાસણગીર વિસ્તારમાં કાયદેસર અથવા ગેરકાયદેસર ૫૦૦થી વધુ પ્રવાસીઓ માટે રહેઠાણો આવેલ છે જયાં અનેક ગેરકાયદેસર પ્રવૃતીઓ ચાલતી હોય ગોવાને કેસીનો કરતા પણ જુગાર ધામો ધમધમતા હોય છે અનેક વખત દેહવેપારના બનાવો પણ બહાર આવેલ છે પ્રવાસીઓની કોઈપણ જાતની પથીક મા એન્ટ્રી થતી નથી જીએસટી સહીત કાઈપણ ટેક્ષ વસુલવામાં આવતો નથી સરકારને કરોડોની નુકશાની જઈ રહેલ છે રાજકીય ઓથા માં અનેક ગેરકાયદેસર રીતે રીસોર્ટ પોતાના ખેતરોમાં અથવા જગ્યામાં કોઈપણ મંજુરી વગર બનાવવા આવે છે જેથી સિંહ સહિત જંગલી પ્રાણીઓને ભારે મુશ્કેલી સર્જાય છે રાજય સરકારે જીલ્લિા કલેકટર, જીલ્લા પોલીસ વડા પાસે આ વિસ્તારની તમામ માહીતી મંગાવી આવી આવા ધંધાઓ સાથે જોડાયેલ તમામ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી ગેરકાયદેર રીતે ચાલતા રીસોર્ટ તોડી પાડવા જોઈએ
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
