<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

મુળુભાઇ બેરાના હસ્‍તે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂ.૭૮ લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્‍પોનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્‍ન

ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ.૨૪.૫૦ લાખ, કાટકોલા ખાતે રૂ.૨૬.૫૦ લાખ તથા સણખલા ખાતે રૂ.૨૭.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્‍માન આરોગ્‍ય મંદિરનું લોકાર્પણઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍યની પાયાની સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધઃ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૪: રાજ્‍યના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્‍જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના વરદહસ્‍તે આજરોજ ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ.૨૪.૫૦ લાખ, કાટકોલા ખાતે રૂ.૨૬.૫૦ લાખ તથા સણખલા ખાતે રૂ.૨૭.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્‍માન આરોગ્‍ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે,  આજના સમયમાં જે વ્‍યક્‍તિ આરોગ્‍યની દ્રષ્ટિએ નિરોગી હોય તે જ ખરા અર્થમાં સુખી કહેવાય. છેવાડાના વિસ્‍તારો સુધી પ્રાથમિક આરોગ્‍યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરી છે. જેને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્‍પ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે કર્યો છે.

આયુષ્‍માન આરોગ્‍ય મંદિરના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્‍ય  કે.ડી.કરમુર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી શ્રી સી.બી.ચોબીસા, મામલતદાર  અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એલ.બૈડીયાવદરા, તાલુકા આરોગ્‍ય અધિકારી શ્રી ડો.પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી  ગોપાલાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારીયા, કાનાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, રામશીભાઈ મારું, અલ્‍પેશભાઈ પાથર, મોહનભાઈ,  સાજણભાઈ રાવલીયા તેમજ સરપંચશ્રીઓ સહિત આરોગ્‍ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:25 PM IST)