<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ ગામોમાં બગીચા સહિત સુવિધા અપાશે : ચોપાટીનું અપગ્રેડેશન

પોરબંદર મહાનગરપાલિકા બન્‍યા બાદ પ્રથમ બજેટ : ૮૬૯ કરોડની ઉપજ અને ૮૬૭ કરોડના અંદાજીત ખર્ચ સાથેનું ૧.૮ર કરોડની પુરાંતવાળુ બજેટ :  શહેરમાં ૩૦ કરોડના ખર્ચે નવી સ્‍ટ્રીટ લાઇટો : રતનપરની પ્રાચીન ગુફા અને બીચનો વિકાસ : આર્ટ ગેલેરી, ફુવારાઓ તથા સ્‍ટેટ લાયબ્રેરીનું રીનોવેશન કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪:  પોરબંદર મહાનગરપાલિકા બન્‍યા બાદ પ્રથમ રજૂ વિકાસલક્ષી બજેટમાં મહાનગરપાલિકામાં સમાવેશ કહેરા ગામોમાં બગીચા સહિત જાહેર સુવિધા વધારવા તેમજ ચોપાટીનું અપગ્રેડેશન કરવા નિર્ણય લેવાયો છે.

મહાનગરપાલિકાનું ૮૬૯ કરોડની ઉપજ અને ૮૬૭ કરોડના અંદાજીત ખર્ચ સાથેનું તેમજ ૧.૮ર કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું છે.

આ બજેટમાં રતનપરની ગુફા અને બીચનો વિકાસ કરવાનું નકકી કરાયું છે. આર્ટ ગેલેરી ફુવારાઓ તથા સ્‍ટેટ લાયબ્રેરીનું રીનોવેશન કરાશે.

શહેરમાં ૩૦ કરોડના ખર્ચે નવી સ્‍ટ્રીટ લાઇટ નખાશે. શહેરમાં ૪૦ કરોડના ખર્ચે નવો ટાઉન હોલ બનાવશે કલેકટર એસ.ડી. ધાનાણી અને મ્‍યુનિસિપલ કમિશનરની પ્રજાપિતની ઉપસ્‍થિતિમાં મહાનગરપાલિકાનું વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યુ હતું.

 

(1:30 PM IST)