<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વકીલોને ડ્રેસ-કોડના નિયમોમાં છૂટછાટ આપવા રજુઆત

મોરબી, તા.૨૪: બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના રૂલ્‍સ દ્વારા સમગ્ર ભારત દેશમાં વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલા ધારાશાષાીઓને ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે અને તે અનુસાર તાલુકા અને જિલ્લાની અદાલતોમાં ટાઈ અને કાળો કોટ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે. પરંતુ ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં કાળો કોટ પહેરવાને કારણે ગરમીનો અસહય ત્રાસ સહન કરવો પડતો હતો. સંખ્‍યાબંધ ધારાશાષાીઓ પરસેવે રેબઝેબ થઇ જતા હતા તેમજ ધારાશાષાીઓને ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડતું હતું. આ સંદર્ભે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી જુદા-જુદા સમયે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા તથા  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જરૂરી રજૂઆતો કરવામાં આવેલ હતી. જેના સંદર્ભે તા.૧૨/૦૩/૨૦૦૯ ના રોજ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી એક ખાસ કમિટી બનાવી ડ્રેસ-કોડ બાબતે મુદ્દો તૈયાર કરી ગુજરાત રાજ્‍યના  ચીફ જસ્‍ટીસશ્રી સમક્ષ ડ્રેસ-કોડ બાબતે રજુઆત કરવામાં આવેલ હતી.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં રાખી તા. ૧૮/૦૩/૨૦૦૯ ના રોજ ગુજરાત હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણના અનુચ્‍છેદ ૨૩૫ તથા ક્રિમીનલ મેન્‍યુઅલ ૧૯૭અનુસાર એક ખાસ નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ અને જે ઉનાળાના સમય દરમિયાન દર વર્ષે તારીખ ૧લી એપ્રિલ થી ૩૧મી જુલાઈ સુધી નીચલી અદાલતો (તાલુકા અદાલતો), સેશન્‍સ તથા જિલ્લા અદાલતોમાં વ્‍યવસાય કરતા ધારાશાષાીઓને કાળો કોટ પહેરવામાંથી મુક્‍તિ આપવામાં આવેલ તેમજ આ સમય દરમિયાન ધારાશાષાીઓને સફેદ શર્ટ, સફેદ કોલર સાથે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ ફરજીયાત પહેરવી તેવો સુધારો કરેલ જેની આ પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.

આ અંગે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ઓફિસેથી (એક ટાઈ ની કિંમત રૂ.૧૦૦/-) મળી રહેશે. આપના બાર એસોશિએશને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ના નામનો અમદાવાદની શાખા પરનો ડિમાન્‍ડ ડ્રાફ્‌ટ (પોસ્‍ટેજ ખર્ચ અલગ) મોકલેથી મેળવી શકાશે જે જાણશો.

 

(1:35 PM IST)