News of Monday, 24th March 2025
વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં ‘‘આપ''નું કોઈ જ વજુદ નથી : ભૂપત ભાયાણીનો ધડાકો
ગોપાલ ઈટાલિયાના નામ માત્ર જાહેરાતથી સમગ્ર મતક્ષેત્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪ : વિસાવદર વિધાનસભા મતક્ષેત્રની બેઠક પરની સંભવિત પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાના નામ માત્ર જાહેરાતથી સમગ્ર મતક્ષેત્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ ધડાકો કરતા જણાવેલ કે, આજરોજ આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરેલ છે. જો કે, ચૂંટણી પંચે કોઈ શેડ્યૂલ કે, તારીખ હજુ જાહેર કરી નથી.
ભાયાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં આમ આદમી પાર્ટીનુ કોઈ વજુદ નથી..તાજેતરમાં વિસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ૨૪ પૈકી ૨૦ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી. ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની જીત અમો હતા એટલે થઈ હતી. આગામી પેટા-ચૂંટણી સંદર્ભે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ જીત માટે સજ્જ છે. જૂનાગઢ જિલ્લાની માણાવદરની બેઠકની પેટા-ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. વિસાવદરની જનતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર સાથે છે. ભાજપ પાર્ટી કોઈપણ ઉમેદવાર કે, મને મેદાનમાં ઉતારશે તો અમો સંપૂર્ણ સજ્જ છીએ. દેશના હિતમા, રાષ્ટ્રના હિતમાં પ્રજા ભાજપ સાથે છે તેમ ભાયાણીએ જણાવ્યુ છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
