તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 24th March 2025
વિસાવદરની બેઠક પર ગોપાલ ઈટાલિયાને જીતાડવા ખુદ કેજરીવાલ મેદાને : સૌને અપીલ કરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪ : ગુજરાત વિધાનસભામાં ખેડૂતોનો બુલંદ અવાજ ઉઠાવવા માટે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી જીતાડવા માટે અરવિંદ કેજરીવાલે મતદારોને અપીલ કરી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવનારી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડશે. અમને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલીયા એક મજબૂત ઉમેદવાર છે અને તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે અને ચૂંટણીમાં વિજય થશે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે પુરા જોરશોર સાથે વિસાવદરની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરે. આપણે બધા સાથે મળીને ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવી દઈશું.
ભાજપે ગમે તેટલા લોકોને પક્ષપલટો કરાવ્યો હોય પણ ભાજપ જો હવે ગોપાલ ઈટાલીયાને ડરાવી કે ધમકાવી જુએ એવી ચીમકી ખુદ ગોપાલ ઈટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં આપી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
