<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

અમરેલી યાર્ડમાં બુધવારથી લાલ મરચા સિવાય તમામ જણસીઓ માટે રજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૨૪: ખેડૂતભાઈઓ, વાહનધારકો, વેપારી, હમાલ, તોલાટ, કમિશન એજન્‍ટ તેમજ લાગતા વળગતા તમામ ભાઈઓને જણાવવામાં આવે છે કે, હિસાબી વર્ષ ૨૦૨૪-૨૫ પુરૂ થતું હોય, જે અન્‍વયે ખરીદનાર વેપારીઓ અને કમિશન એજન્‍ટ ભાઈઓની રજા રાખવા આવેલ માંગણી મુજબ તા.૨૬/૦૩/૨૦૨૫ ને બુધવાર થી તા. ૩૧/૦૩/૨૦૨૫ ને સોમવાર સુધી લાલ સુકા મરચા સિવાય તમામ જણસીઓ માટે જાહેર હરરાજીનું કામકાજ બંધ રહેશે.

જે સમય દરમ્‍યાન તા.૨૬/૦૩/૨૦૨૫ બુધવાર થી તા.૨૯/૦૩/૨૦૨૫ શનિવાર સુધી ફકત લાલ સુકા મરચાની હરરાજીનું કામકાજ શરૂ રહેશે. હાલ, સુકા મરચાની આવક સંસ્‍થા દ્વારા બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી બંધ કરવામાં આવેલ છે તેમજ હરરાજીની મર્યાદાને ધ્‍યાને લઈ અન્‍ય જણસીઓની આવક બંધ કરવા અંગે વખતો-વખત સંસ્‍થા દ્વારા જાહેરાત કરવામાં આવશે. જેથી ખેડૂતભાઈઓ તથા વાહનધારકોએ જણસી લાવતાં પહેલાં આપના કમીશન એજન્‍ટ અથવા સંસ્‍થાની ઓફીસમાંથી જાણકારી મેળવ્‍યા બાદ જ જણસીઓ લઈને આવવા અનુરોધ કરવામાં આવે  તા.૦૧/૦૪/૨૦૨૫ ને મંગળવારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે તેમજ રજાઓ બાદ દરેક જણસીઓની નવી આવક તા. ૩૧/૦૩/૨૦૨૫ ને સોમવારે સવારથી પ્રવેશ આપવામાં આવશે જેની દરેક સબંધકર્તાઓએ નોંધ લેવી. તેવું બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ  જણાવેલ છે.

(1:50 PM IST)