<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સાવરકુંડલામાં રમજાન અને રામ નવમીનો તહેવાર શાંતિ પૂર્ણ રીતે ઉજ્‍વવા પોલીસની અપીલ

સાવરકુંડલાઃ આવતા દિવસોમાં આવનાર રમજાન ઇદ અને  રામ નવમી નો તહેવાર શાંતિ ભાઈ ચારો અને કોમી એકતા ની લાગણી વચ્‍ચે યોજવા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી ખરાત સાહેબે જણાવેલ હતું અને લુખ્‍ખા ગીરી કરતા તત્‍વો ની અમો ને જાણ કરવી અને બીજી કોઇપણ બાબત થી ડરવા ની જરૂર નથી તે બાબતે પોલીસ નું ધ્‍યાન દોરવું અને ભય મુક્‍ત રહેવું. આ શાંતિ સમિતિ ની મીટીંગમાં પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી શહેર ભાજપ ના પ્રમુખ અનુદ્ધાસિહ સિહ રાઠોડ. સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી પૂર્વ ભાજપ ના પ્રમુખ પ્રવીણભાઈ સાવજ  જીવનભાઈ વેકરીયા હરિભાઈ સગર નગર સેવક નાસીર ચોહાણ ધમેન્‍દ્ર મહેતા ગૌતમભાઈ સાવજ ડી કે પટેલ અજયભાઈ ખુમાણ રાજુભાઈ નાગ્રેચા ણામ વસાણી પ્રાગજીભાઈ બુહા જૂબેર મામદાણી સંધી જમાત પ્રમુખ આર્યન જાખરા અજીતભાઈ જોખીયા  આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ વિપુલભાઈ વિરાણી વિગેરે હિન્‍દુ મુસ્‍લિમ સમાજ ના આગેવાનો વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહેલ હતા.(તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

 

(1:52 PM IST)