<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

બોટાદ જિલ્લા પોલીસે 36 અસમાજિક તત્વો સામે કરી કડક કાર્યવાહી

9 શખ્સો સામે પાસા જયારે 19 જેટલા માથાભારે તત્વો સામે તડીપારની દરખાસ્ત

બોટાદ જિલ્લા પોલીસે 36 અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાં અસમાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા 9 શખ્સો સામે પાસા કરાઈ છે. જિલ્લામાં 19 જેટલા માથાભારે તત્વો સામે તડીપારની દરખાસ્ત કરાઈ છે. અગાઉના ગુનામાં નાસતા ફરતા 8 રીઢા ગુનેગારોની પોલીસે ધરપકડ કરી છે. પેરોલ જમ્પ કરેલા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે

(1:11 AM IST)