<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

૧૧.૭૮ લાખના ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ ક૨તી અંજાર ડીવીઝન પૂર્વ કચ્છ પોલીસ

દારૂની નાની મોટી બોટલો નંગ- ૨૫૫૧ તથા બિયર ટીન ૩૦૪ સહિત મુદામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જે.સી.બી., ઈ.સી.આર. ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી નાશ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  રાજયના  ડી.જી.પી., તથા મહે.પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા, સરહદી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક  સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પોલીસ સ્ટેશનમા ગુનાકામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ ક૨વા સુચન કરેલ. જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં માહે-૧૦/૨૦૨૪ થી માહે-0૩/૨૦૨૫ સુધીના સમયગાળામાં પ્રોબીહીશના અગલ-અલગ ગુનાઓમા કબ્જે કરેલ પ્રોહિબીશન મુદામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટ માંથી હુકમ મેળવી સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ એસ.જે.ચૌધરી  તથા નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરી  અંજાર ની રૂબરૂ અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ. એ.આર.ગોહિલ તથા ગાંધીધામ એ ડીવી.પો.સ્ટે.ના પી.આઈ. એમ.ડી.ચૌધરી  તથા નશાબંધી અને આબકારી અધિકારી  ડી.આર.ધોબી દ્વારા અંજાર સ્ટેશનના પ્રોબીઠીશના અગલ-અલગ-04 ગુના તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોબીહીશના અગલ-અલગ ૩૨ ગુના એમ કુલ-૩૬ ગુનાઓમાં કબ્જે કરેલ અલગ-અલગ બ્રાન્ડનો ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- ૨૫૫૧ તથા બિયર ટીન નંગ-૩૦૪ એમ કુલ કિ.રૂ. ૧૧,૭૮,૭૪૨/- ના પ્રોહીબીશન મુદામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જે.સી.બી., ઈ.સી.આર. ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનો ઉપયોગ કરી દારૂનો નાશ કરેલ હતો. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:35 AM IST)