News of Tuesday, 25th March 2025
માધવપુર (ઘેડ)ના મેળા સાથે દ્વારકામાં શ્રીકૃષ્ણ અને શ્રી રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે
દ્વારકામાં ૧૦ એપ્રિલે શોભાયાત્રા ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.રપઃ ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પヘમિ ભારતના ગુજરાતની સમળદ્ધ સંસ્કળતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાશે. ભગવાન શ્રી કળષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કળષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા.૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા,ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કળતિક કાર્યક્રમો પણ યોજાશે.
કલેકટરશ્રીએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ર્પાકિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિヘતિ કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, પ્રાંત અધિકારી એ.એસ. આવતે, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨.૮)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
