News of Tuesday, 25th March 2025
કચ્છના અંજાર પાલિકાની જમીનમાં કુખ્યાત ગુનેગાર બાબાએ બનાવેલ આલીશાન ફાર્મ હાઉસ તોડી પડાયું
પોલીસ અસામાજિક તત્વો સામે એક્શનમાં, બાબા ઉર્ફે સુલેમાન સામે અનેક ગુનાઓ

(વિનોદ ગાલા દ્વારા ભુજ)તા.૨૫: અમદાવાદના વસ્ત્રાલમાં લોકોને બાનમાં લેનાર ગુનેગારોએ કાયદાના ધજાગરા ઉડાડ્યા બાદ સરકાર અત્યારે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા મક્કમ છે. કચ્છમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાયદાનો દંડો પછાડી તેમને કાયદાનું ભાન કરાવવાનું અભિયાન ચાલુ રાખ્યું છે. અંજારમાં સુલેમાન ઉર્ફે બાબા સામે પોલીસે કડક પગલાં ભરી દબાણ તોડી પાડયું છે.
ચિટિંગ , ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી , શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી વિગેરે અનેક ગુનાઓમાં સામેલ બાબાએ અંજાર ભુજ રોડ ઓક્ટ્રોઇ નાકા પાસે પોતાના મોજ શોખ માટે નગરપાલિકાની જગ્યામાં બનાવેલ ફાર્મ હાઉસ પોલીસ અને તંત્રએ સાથે મળી તોડી પાડ્યું છે. પાલિકાની જમીન ઉપર બનાવેલ આલીશાન ફાર્મ હાઉસમાં બે રૂમ, એક મોટો હોલ બે કિચન, વચ્ચે ખુલ્લી જગ્યા તથા બાથરૂમ, પતરા નો મોટો શેડ વિગેરે બનાવવામાં આવ્યા હતા. આજે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થીઅંજાર પોલીસ દ્વારા પ્રોબેશનલ આઇપીએસ વિકાસ યાદવ અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ગોહિલ સહિતની ટીમ દ્વારા આ બાંધકામ તોડી પાડવામા આવ્યું હતું. (૩.૩)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
