તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th March 2025
કાલે ભૂપેન્દ્રભાઇ મોરબીમાં: વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત
રવાપર ગામ પાસે બપોરે આગમનઃ ભાજપ અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૫ :.. મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમ તા. ૨૬ ને બુધવારે બપોરના ૨ વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા ૨૬ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે ૧૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ભાજપના સંગઠન દ્વારા ધારાસભ્યોની હાજરીમાં જુદા જુદા મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. ૨૬ના રોજ બપોરે ૨ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. જોકે એક બાજુ ગરમીનું ઙ્કમાણ વધી રહ્યું છે તેવા સમયે બપોરે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો છે જેથી કાર્યક્રમમાં જનમેદની એકત્રીત કરવા માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો કામે લાગી છે અને તો બીજી બાજુ કાર્યકર સારી રીતે સંપન્ન થાય તેના માટે થઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. (પ-૭)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
