News of Tuesday, 25th March 2025
તાપમાન ૪૦ ડીગ્રીને પાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી અગન વર્ષા : મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા આકરો તાપઃ લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી અગનવર્ષા શરૂ થઇ છે. અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢ સહિત સોરઠમાં ફરી અગન વર્ષા થતા મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સોમવારની રાત્રે જુનાગઢનું તાપમાન વધીને ૨૬.૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાતથી શરૂ થયેલી ગરમીની અસર સવારના તાપમાન પર પણ થઈ હતી. આજે સવારે લઘુતમ તાપમાન પણ વધીને ૨૨.૯ ડિગ્રી થઈ જતા આકાશમાંથી સવારથી જ અગન વર્ષા શરૂ થઈ ગઈ હતી.
સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૧ ટકા થઈ જવાની સાથે સવારથી ૬.૨ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા બપોરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૯.પ, મહત્તમ તાપમાન ૩૭.૭, ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની ગતિ પ.પ કિ. મી. રહી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
