News of Tuesday, 25th March 2025
ઉપલેટાના છાત્ર ધાર્મિકને આપઘાત માટે મજબૂર કરનાર આઇટીઆઇના મેડમ અને સર સામે ગુન્હો નોંધાયો
ધાર્મિકે ફાંસો ખાતા પૂર્વે માનસીક ટોર્ચર કરતા મેડમ અને સરના લીધે પગલુ ભરૂ છુ તેવો વિડીયો વાયરલ કર્યો'તોઃ પિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ તા. રપ :.. ઉપલેટામાં દોઢ માસ પૂર્વે આઇટીઆઇના છાત્ર એ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાના ચકચારી બનાવમાં આપઘાત માટે મજબૂર કરનાર આઇટીઆઇના મેડમ તથા સર સામે ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ય વિગતો મુજબ ઉપલેટા વણકરવાસ શેરી નં. ૩ માં રહેતા રાજેશભાઇ મનજીભાઇ ભાસ્કરએ ઉપલેટા આઇટીઆઇના મેડમ તથા સર સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા આઠેક માસથી મારો નાનો દિકરો ધાર્મિક આઇ. ટી. આઇ. ઉપલેટા (ડુમીયાણી) ખાતે અભ્યાસ કરવા જતો હતો અને તા.૦૫/૦૨/૨૦૨૫૨૦૨૫ના રોજ મારો નાનો દિકરી ધાર્મિક પોતાની જાતે અમારા ઘરે ઉપરના રૂમમાં જાતે ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ હોય જે અંગે ઉપલેટા પોસ્ટે એ. મીત નંબર ૦૫/૨૦૨૫ બી.એન.એસ.એસ.કલમ ૧૯૪ મુજબ દાખલ થયેલ હોય અને ત્યાર બાદ અમે અમારા દિકરા ધાર્મીકના મોબાઈલમાં તપાસ કરતા મારા દિકરા પામીકે જ્યારે ગળાફાસો ખાધેલ તે પહેલા વિડીયો તથા ફોટા પાડેલ હતા અને વિડીયોમાં તેણે જણાવેલ કે હું ભાસ્કર પાર્મિક ઉ પલેટા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરૂ છુ. અને મારા મેડમ અને સર માનસિક ટોચેર વિષે રાખે છે વારંવાર હું જે પણ આ કરું છુ એ મેડમ અને સરના લીધે જ કરુ છુ એને સજા મળવી જોઈએ એ તેવો વિડીયો મળી આવેલ હોય તેમજ મા સ દિકરા ધાર્મિક અમને અગાઉ જાણ કરેલ કે અમારા મેડમ અને સર મને માનસીક ટોર્ચર કર્યા રાખે છે જેથી અમે મારા વિકાશને સમજાવતા કે આપડે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય જેથી આ અંગે અમે કોઈને ફરીયાદ કરેલ ન હતી.
અને ઘા મિકલિંકના મેડમ તથા સરનું માનસિક ટોર્ચર સહન ન થતા મારો દિકરો પોતાની જાતે અમારા ઘરે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. મારા દિકરા ધાર્મિકે બનાવેલ તેમના વિડીયોમાં જણાવેલ તથા મેડમ તેમજ તપાસમાં મળી આવે તે તમામ સામે કાયદેસર થવા મારી ફરીયાદ છે. જાતી અંગેનું સર્ટી. રજુ કરું છું. આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે ઉપલેટા આઇટીઆઇના સર તથા મેડમ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
