<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

આટકોટના જંગવડ પાસે ટાટા સુમોનુ ટાયર ફાટતા ત્રણ ગોથા ખાધા

 

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.રપઃ આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે જંગવડ પાસે આવેલ મામાદેવનાં મંદીર પાસે કોટડાપીઠા તરફથી આવતી ટાટા સુમો ફોર વ્‍હીલર અચાનક ટાયર ફાટતા ગાડી ત્રણ ગોથાં ખાય ગઇ હતી જે ડીવાઈડર કુદાવીને રોડની સામેની સાઈડ ગાડી પલ્‍ટી ખાઇ ગઇ. ધટનાસ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતાં જેમાં રહેલા ૧ ને ઈજા થતા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ધટના સ્‍થળે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દોડી ગઇ હતી. બેસેલાનો ચમત્‍કારી બચાવ થયો હતો. ગાડીના ચાર વ્‍હીલ અધ્‍ધર થઇ ગયા હતા

(11:54 AM IST)