News of Tuesday, 25th March 2025
જામનગરના શહેરી વિસ્તારમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી અવિરત ચાલુ: વધુ ૨૦૦ કિલો ઘાસ કબજે
એસ્ટેટ શાખાની ત્રણ ટુકડીએ શહેરમાં જાહેર રોડ પર ઘાસ ચારો વેંચતા ૧૦ વિક્રેતાઓ પાસેથી ઘાસ કબજે કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરવામાં આવે છે, તેવા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ જપ્તીકરણની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૦૦ કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે.
ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા ૧૦ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ૨૦૦ કિલોગ્રામ ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોર ના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.
ગઈકાલે કેટલાક માલધારી સમાજ દ્વારા રસ્તે રઝળતી ગાયો નહીં, પરંતુ ભેંસો માટે ઘાસચારાની તંગી વર્તાય છે. ત્યારે આવા માલધારી સમાજ ને ઘાસ ચારો લઈને શહેરમાં પ્રવેશતાં અટકાવ્યા ન હતા, અને પોતાના ઘરમાં અથવા તો ઢોરવાડમાં બાંધેલી ભેંસોને પૂરતો ઘાસચારો મળી રહે, તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
