<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવા આમ આદમી પાર્ટીની ચૂંટણી પંચમાં અપીલ

‘આપ' રાષ્‍ટ્રીય સચિવ પંકજકુમાર ગુપ્તાએ ચૂંટણી પંચને ઇ-મેલ મારફતે પ્રતિનિધિત્‍વ મોકલ્‍યું: હર્ષદભાઈ રીબડીયાએ હાઈકોર્ટમાં તેમની અરજી પરત ખેંચી, પેટા ચૂંટણી માટે કોઈ કાનૂની અડચણ બાકી રહી નથીઃ પંકજકુમાર ગુપ્તા ‘‘આપ''

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૫: આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સચિવ પંકજકુમાર ગુપ્તાએ ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીઓ ઘોષિત કરવા બાબતે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સચિવ પંકજકુમાર ગુપ્તાએ ચૂંટણી પંચને ઈમેઈલ મારફતે પ્રતિનિધિત્‍વ મોકલ્‍યું હતું. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા પંકજ ગુપ્તાએ આ ઈમેલમાં જણાવ્‍યું હતું કે ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક ૧૩-૧૨-૨૦૨૩ના રોજ ધારાસભ્‍યના રાજીનામા પછી ખાલી ઠરી હતી.

પ્રજાસત્તાક વ્‍યવસ્‍થામાં નાગરિકોને પ્રતિનિધિત્‍વ મળી રહે તે માટે પ્રારંભિક છ મહિના અંદર પેટા ચૂંટણી ફરજિયાતરૂપે યોજવી જરૂરી છે. અગાઉ ચૂંટણી પંચે જણાવ્‍યુ હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી અરજીઓના કારણે પેટા ચૂંટણી શકય નથી, પરંતુ હવે મુખ્‍ય અરજદાર હર્ષદભાઈ રિબાડિયાએ તેમની અરજી ૧૦-૦૩-૨૦૨૫ના રોજ પરત ખેંચી લીધી હોવાથી હવે પેટા ચૂંટણી માટે કોઈ કાનૂની અડચણ બાકી રહી નથી. માટે આમ આદમી પાર્ટીએ જલ્‍દીથી પેટા ચૂંટણી ઘોષિત કરવાની માંગણી કરી છે જેથી ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકના લોકોને ફરીથી પ્રતિનિધિત્‍વ મળી શકે

(2:31 PM IST)