<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જેતપુરમાં સોની વેપારીની દસ તોલાની સોનાની લગડી લઇ કશ્‍યપ રામાણી છૂ...

ગાડીમાંથી રૂપિયા આપુ છુ... તેમ કહી સોનાની લગડી લઇ ભાગી ગયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.રપઃ જેતપુરમાં સોની વેપારીની દસ તોલાની સોનાની લગડી લઇ એક શખ્‍સ છૂ થઇ થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ જેતપુર એમ.જી. રોડ પટેલ ગોલ્‍ડ નામની દુકાન ધરાવતા વિપુલભાઇ રણછોડભાઇ સોજીત્રાએ આરોપી કશ્‍યપ રામાણી નામના શખ્‍સ સામે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી ફરીયાદીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ અને ફરીને દસ તોલાની સોનાની લગડી કિ.રૂા. ૮,૮૪,૦૦૦/- ની ખરીદવાની વાત કરી ફરીયાદી પાસે રૂા. ૫૦,૦૦૦/- જમા કરાવી સોનાની દસ તોલાની લગડી તથા બીલ જીમખાના કોમ્‍પલેક્ષે આપી જવાનું તેમજ બાકીનું  પેમેન્‍ટ ત્‍યાંથી લઇ જવાનું કહેતા ફરીયાદીએ તેના દિકરા ધ્રુવ તથા ફરીયાદીની દુકાનમાં કામ કરતા હર્ષદભાઇને દસ તોલાની સોનાની લગડી લઇને જીમખાના કોમ્‍પલેક્ષે મોકલતા આરોપી હાજર હોય જેથી હર્ષદભાઇએ આરોપીને સોનાની લગડી આપતા આરોપીએ બે મીનીટમાં ગાડીમાંથી બાકીના પેમેન્‍ટના પૈસા લઇ આવવાનું કહી સોનાની લગડી લઇને  ભાગી ગયો હતો

આ અંગે જેતપુર પોલીસે ગુન્‍હો દાખલ કરી કશ્‍યપ રામાણીની શોધખોળ હાથ ધરી છે.

(2:36 PM IST)