<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

કચ્છના રાપરમાં પીવાના પાણીનો કકળાટ : સુધરાઈની પ્રથમ સામાન્ય સભાને મહિલાઓએ કર્યો ઘેરાવ

ખુદ પ્રમુખ, કારોબારી ચેરમેન, દંડકના વિસ્તારમાં જ પાણીની બુમરાણ, મહિલા સદસ્યોના પતિદેવોની હાજરીએ સર્જ્યું અચરજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : આજે રાપર નગરપાલિકા ની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળેલ નગરપાલિકા ની સામાન્ય સભા ખંડ ખાતે મળી હતી. જોકે પ્રથમ સામાન્ય સભામાં પીવાના પાણીના કકળાટ મુદ્દે મહિલાઓએ ઘેરાવ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા ના પ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક નો વિસ્તાર ધરાવતા અયોધ્યાપુરી વોર્ડ નંબર ૪, અયોધ્યાપુરી જલારામ પાર્ક, તિરુપતિ નગર સહિત ના વિસ્તારની મહિલાઓએ ઘેરાવ કરી પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. નગરપાલિકા પ્રમુખ ના વિસ્તારમા પાણી ના આવતું હોય તો અન્ય વિસ્તારોમાં પાણી નો કેવો પ્રોબ્લેમ હશે?

દરમ્યાન આ સામાન્ય સભામાં વિવિધ કાર્યો, શહેરને નડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત હાથ ધરાનારા નવા કાર્યો, બજેટની ચર્ચા મંજૂરી સાથે વિવિધ સમિતિઓના ચેરમેન તથા સદસ્યોનો વરણી કરાઈ હતી. જેમાં સને:-૨૦૨૪/૨૫ નું રિવાઈઝડ તથા સને:- ૨૦૨૫/૨૬ નુ બજેટ મંજુર કરવા ઉપરાંત જુદી-જુદી સમિતિઓની રચના કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સન:-૨૦૨૫/૨૬ ના વર્ષ માટે જુદા-જુદા માલ માલ સામાનના વાર્ષિક ભાવો અંગેની, ફિક્સ કર્મચારીઓના પગાર વધારવા બાબત જુદી-જુદી શાખાઓ/વિભાગો તરફથી આવેલ રજુઆત પર ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સુચન આપવામા આવેલ હતી. શહેર મા રખડતા ઢોરો, કચરાપેટીનો અભાવ, ગંદકી, પીવાના પાણીના પ્રશ્નો, અપુરતા સફાઈ કામદારો, ગટર લાઈનની સફાઇ કરવા, ગુમાસ્તા ધારાનો અમલ, જાહેર આરોગ્ય અંતર્ગત ભેળસેળની ચકાસણી, ખુલ્લેઆમ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવા અંગે ચર્ચા કરાઈ હતી. રખડતા ઢોરો તથા ચારો વેચાણ કરતા વેપારીઓ ને શાળાઓ, મંદિરો તથા જાહેર સ્થળોએ થી દૂર રાખવા, બંધ રોડ લાઈટ ચાલુ કરવા તથા નવા પેવર બ્લોક રોડ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. શહેરના તમામ સાત વોર્ડ મા સફાઈ અને કચરાપેટી તથા કચરા ગાડી મુકવા માટે સહિતના મુદ્દાઓ ની માંગણી ખુદ ભાજપ ના જ સદસ્યો એ કરી હતી જે અંગે સત્તાધીશો યોગ્ય જવાબ આપી શકયા ન હતા. ફાયર સ્ટેશનનો બીન ઉપયોગ તથા ફાયર સ્ટેશન મા સુવિધા પુરી કરવા માટે રજૂઆત કરવા મા આવી હતી. પીવા ના પાણી માટે લોકલ સ્ત્રોત ન હોય પીવાનું પાણી ત્રણ દિવસ સુધી મળતું નથી લોકલ બોર ચાલુ કરવા માટે તથા સામખીયારી થી પુરતા પ્રમાણમાં પાણી મેળવવા માટે રજૂઆત કરવા મા આવી હતી 

સદસ્યો એ ઉપરોક્ત વિષય પર રજુઆત કરી હતી તે અંગે ચર્ચા કરવા મા આવી હતી  આજે મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ચાંદ ઠક્કર ઉપ પ્રમુખ બબીબેન સોલંકી કારોબારી ચેરમેન વિકાશ શાહ શાસક પક્ષ ના નેતા મહાવિરસિંહ જાડેજા તથા સદસ્ય ભિખુભા સોઢા મનજીભાઈ ભાટેસરા ભાણજી ભ્રાસડીયા મુનીરાબાનુ ખત્રી મહેશ પરમાર હંસા બેન કારોત્રા દક્ષાબેન ગૌસવામી ગાયત્રી બેન ગઢવી રસિલાબેન ચાવડા રાણાભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કોગ્રેસ ના સદસ્યો એ વોર્ડ નંબર પાંચ ના ઉમેદવાર રાજુભાઈ ચૌધરી ની વિપક્ષ ના નેતા તરીકે વરણી કરી હતી આ સમયે સદસ્યો હેતલ બેન મોરબીયા પુંજાભાઇ ચૌધરી ફુલીબેન ગોહિલ ખીમીબેન ઠાકોર અરવિંદ માલી ગીતાબેન સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એક મુલાકાતમાં નવા વરાયેલા વિપક્ષ ના નેતા રાજુભાઈ ચૌધરી એ  રાપર શહેર ના પાણી લાઇટ ગટર લાઈન સફાઈ રોડ સહિત ના વિવિધ પ્રકારના વણ ઉકેલ્યા પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી નગરપાલિકા સામે બાંયો ચડાવી કામ અંગે કાર્યવાહી હાથ ધરશે

આજે મળેલી સામાન્ય સભાસમગ્ર કાર્યવાહી ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર  હકુમતસિંહ સોઢા હેતુભા રાઠોડ નિલેશ ઠક્કર આશિષ ગૌસવામી હરદેવસિંહ રાઠોડ પ્રવિણ કાંકરા દિવ્યરાજસિંહ જાડેજા ધર્મેન્દ્ર સિંહ જાડેજા પ્રિયન ગૌસવામી એ સંભાળી હતી ઉપરાંત સરહદ ડેરી ના ચેરમેન વલમજી હુંબલ જિલ્લા મંત્રી વિકાસ રાજગોર પ્રદિપસિંહ સોઢા ડોલર ભાઇ ગોર વીનુભાઇ થાનકી ઉમેશ સોની લાલજી કારોત્રા મેહુલભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો રાપર શહેરમાં ઉનાળાની શરૃઆત થઈ છે ત્યારે પાણી મુદ્દે રાપર શહેર ના અયોધ્યાપુરી ગેલીવાડી આથમણા નાકા પાવર હાઉસ મેઈન બજાર જલારામ પાર્ક તિરુપતિ નગર સહિત ના વિસ્તારમાં થી બસો થી વધુ મહિલાઓ એ પાણી મુદ્દે રજૂઆત કરી સામાન્ય સભામાં અંદર આવી ગઈ હતી તો આજે મળેલી સામાન્ય સભા મા ભ મહિલા સદસ્યો ના પતિ દેવો એ સામાન્ય સભા ઉપસ્થિત રહેતા અચરજ થયું હતું કે જેટલી મહિલા સદસ્યો એટલા એમના પતિ દેવો હાજર રહ્યા હતા પતિ દેવો ને નગરપાલિકા ના પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા સામાન્ય સભામાં હાજર ન રહેવા માટે કોઈ સુચના ના આપતાં હોબાળો થયો હતો સદસ્યો ના બદલે મહિલા સદસ્યો ના પતિ દેવો રજૂઆત કરતાં જોવા મળ્યા હતા ઉપરાંત નગરપાલિકા ની જુદી જુદી સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.(તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(2:56 PM IST)