News of Tuesday, 25th March 2025
આટકોટમાં પિતાનું હાર્ટએટેકથી મોત થયા બાદ પુત્રીનું પણ હાર્ટએટેકથી કરુણ મોત થયું

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૫: જસદણ ખાતે રહેતા પટેલ પરિવારના વડીલનું હ્રદય રોગના હુમલાથી અવસાન થયા તેની જાણ જસદણ તાલુકાના આટકોટ ખાતે રહેતી તેમની દીકરીને થતા દીકરીને પણ હાર્ટ એટેક આવતા તેનું પણ કરુણ મોત નીપજતા જસદણ આટકોટના પટેલ સમાજમાં અરેરાટી ફેલાઈ છે.
આ અંગેની વિગતો મુજબ જસદણ ખાતે રહેતા પટેલ રવજીભાઈ ગજેરા ને આજે હાર્ટ એટેક આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. રવજીભાઈના અવસાનના સમાચાર જસદણ તાલુકાના આટકોટ ખાતે સાસરે રહેતી તેમની દીકરી હંસાબેન ઉકાભાઇ હિરપરાને જાણ કરતા હંસાબેનને પણ આઘાતને કારણે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં હંસાબેન (ઉ.વ. ૫૯) નું મોત નીપજ્યું હતું. જસદણ તથા આટકોટના પટેલ પરિવારમાં પિતા અને પુત્રીના માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ મળત્યુ થતાં જસદણના પટેલ પરિવારમાં ઘેરો શોક ફેલાયો છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
