<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

પ્રતિનિધિ સભામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છનો ખાસ ઉલ્લેખ

કચ્‍છ-પાકિસ્‍તાનના સરહદી વિસ્‍તારમાં રહેતા વાઢા સમુદાયના જીવનધોરણમાં સુધારો કરવાથી લઈને સમૂહલગ્ન સુધીની યાત્રા

રાજકોટઃ શ્રી મુકેશભાઇએ જણાવ્‍યું હતું કે આ પ્રતિનિધિ સભામાં સૌરાષ્‍ટ્ર -કચ્‍છનો ખાસ ઉલ્લેખ થયો હતો. કેમકે  ગુજરાત રાજ્‍યના પાકિસ્‍તાન સાથે જોડાયેલા સરહદી પ્રદેશ કચ્‍છના અંતરિયાળ અને દૂર આવેલા વંચિત વિસ્‍તાર બન્નીમાં રહેતા વાઢા સમુદાયની છે. આ લોકો પણ સારું જીવન જીવી શકે, આ પરિવારોની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સ્‍થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્‍યથી અહીં કાર્ય શરૂ કરવામાં આવ્‍યું. અહીંની પરિસ્‍થિતિ જોઈને કાયમી પાક્કું ઘર મળે તો તેમની સ્‍થિતિ ધીમે ધીમે સુધારો આવી શકે છે. આ જ ભાવનાથી સેવા સાધના - કચ્‍છ દ્વારા ચાર ગામોમાં કુલ ૬૫ મકાન બનાવવામાં આવ્‍યા અને ધાર્મિક શ્રદ્ધા જાળવી રાખવા આ વિસ્‍તારમાં નવ મંદિરો પણ બનાવવામાં આવ્‍યા.

જ્‍યારે કાર્યકરો લગ્નની તૈયારીસાથેતે પરિવારને ત્‍યાં પહોંચ્‍યા, ત્‍યારે તેઓએ જોયું કે જે યુવક, યુવતીના લગ્ન થવા જઈ રહ્યા છે, તેઓ તો કોલસો બનાવવા માટે બાવળના લાકડા કાપવા જંગલમાં ગયા છે. થોડા સમય પછી બંને પાછા આવ્‍યા અને એ જ કોલસાવાળા કપડામાં તેમના લગ્ન થયા. 

સંસ્‍થાના સ્‍વયંસેવકોના પ્રયાસોના કારણે વાઢા સમુદાયમાં મંત્રોચ્‍ચાર સાથેલગ્ન થવા લાગ્‍યા. આનંદની વાત છે કે ૦૮ ડિસે. ર૦ર૪ ના રોજ, સેવા સાધના સંસ્‍થા દ્વારા એક એવા સમાજમાં પહેલીવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આગામી વીજયાદશમી ઉત્‍સવ થી સંઘ શતાબ્‍દી વર્ષ પ્રારંભ થશે.

૧.પથસંચલન, ૨. વ્‍યાપક ઘર સંપર્ક, ૩. હિન્‍દુ સંમેલન, ૪. પ્રમુખ સજ્જન જનગોષ્ઠિ, ૫.સામાજિક સદભાવ બેઠક, ૬. યુવાઓ માટે કાર્યક્રમો, ૭. શાખા સપ્તાહ આ બધા કાર્યક્રમો પંચપરિવર્તનને કેન્‍દ્રમાં રાખીને યોજશે

૧. સામાજીકસમરસતા, ૨.કુટુંબપ્રબોધન, ૩. સ્‍વ બોધ, ૫. પર્યાવરણ, ૬. નાગરિકકર્તવ્‍ય આપંચપરિવર્તનઆધારે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગાલુરુ ખાતે સંઘના શતાબ્‍દી વર્ષ નિમિતે વિશ્વ શાંતિ અને સમળદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્‍દૂ સમાજનું નિર્માણનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો.

(3:56 PM IST)