News of Tuesday, 25th March 2025
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર:ભૂપત ભાયાણીએ કહ્યું - ભાજપ 100 % જીતશે
પાર્ટી જેને પણ લડાવે એને જીતાડશું વિસાવદર વિધાનસભામાંથી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને ગાંધીનગર જશે એ મને સંપૂર્ણ ભરોસો છે

વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યું છે. આ પછી આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે મહેનત કરી રહી છે. મહત્ત્વનું છે કે, હજુ ચૂંટણી પંચ દ્વાર ચૂંટણીનું શેડ્યુલ જાહેર કરાયું નથી પણ, આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
ત્યારે ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ગોપાલભાઈનું આમ આદમી પાર્ટીએ નામ જાહેર કર્યું એ હજુ તો ચૂંટણીને મતલબ શેડ્યુલ હજી બાકી છે. ચૂંટણી પંચે કોઈ જાહેરાત કરી નથી અને ચૂંટણી ક્યારે થવાની છે એ તો ચૂંટણી પંચ નક્કી કરે તારીખો જાહેર કરે પરંતુ એમણે એમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે તો કાંઈ વાંધો નહીં અમારી એમને શુભકામના અને અમારી પાર્ટી પણ ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય ભારતીય જનતા પાર્ટી વિસાવદર વિધાનસભા સીટ 100 ટકા જીતશે અને જનતા પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે એવો બેન મને પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે.
ભૂપત ભાયાણીએ ભાજપના ઉમેદવાર વિશ વાત કરતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ પ્રદેશનું શીર્ષ નેતૃત્વ મૌડી મંડળ નક્કી કરતું હોય અમારી પાર્ટીનું તો અનુશાસન છે કે પાર્ટીનો જે નિર્ણય હશે એ બધા માનવાના છે કિરીટભાઈ હોય હર્ષદભાઈ હોય કે હું અમારો એજન્ડા અત્યારે એક જ છે કે વિસાવદર વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે જીતીને વિધાનસભામાં બેસે અમારા વિસ્તારના ખેડૂતોના જે સિંચાઈના પ્રશ્નો છે એ પ્રશ્નોનું ખૂબ જ નજીકના સમયગાળામાં નિરાકરણ થાય અમારા વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો છે એ રોડ રસ્તાના પ્રશ્નોનું પણ નિરાકરણ કરણ થાય અને એ સિવાયના પણ જે નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ વિધાનસભામાં હશે તો બધા પ્રશ્નોનું સોલ્યુશન ખૂબ જ ઝડપથી થશે અને એવી અપેક્ષા સાથે જનતા પણ અમારી સાથે રહેવાની છે અને ન ભૂતો ન ભવિષ્ય એવું પરિણામ આ ચૂંટણીમાં વિસાવદરની જનતા આપવાની છે.
પક્ષ પલટુ વિશે ભૂપત ભાયાણીએ કહ્યું કે, સમય અને પક્ષ પલટો નો સમયગાળો અને એના કારણો એ પણ જનતા જાણતી હોય છે. તો વખતો વખત એવું બનેલું હતું તો એ ચૂંટણીની જો આપણે વાત કરીએ તો જ્યારે ભરતભાઈ પટેલ ચૂંટણી હારી ગયા 2014માં અને 2022માં હર્ષદભાઈ રીબડિયાની હાર થઈ તો એના બેન કારણો છે અને એ કારણો જનતા જાણે છે. ભરતભાઈ પણ ચૂંટણી જીતતા હતા અને હર્ષદભાઈ પણ ચૂંટણી જીતતા હતા પણ અમુક એવા કારણો હતા કે જે કારણોને લઈને એમની હાર થઈ છે માની લ્યો કે ભરતભાઈ પોતે એમના જે સાથીદારો હતા ગુજરાત પરિવર્તન પાર્ટીના એમને વિશ્વાસમાં લીધા વગર અને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં પોતે ભળવાના હતા તો એ ભારતીય જનતા પાર્ટી પરિવારના પણ વિશ્વાસમાં લીધા વગર એમને એવો નિર્ણય કરી નાખ્યો હતો તો એમને હારનો સામનો કરવો પડ્યો તો.
ઈકો ઝોન અંગે ભૂપત ભાયાણીએ કહ્યું કે, ઇકો ઝોનનો જે મુદ્દો છે એ મુદ્દો આપ સમજી શકો કે અમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની સાથે હોઈએ નિવેદન નથી કર્યું તે અલગ વિષય છે પણ આવા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે ઇકો ઝોનના મુદ્દે અમારા લેવલે અમારી કક્ષાએ અમે ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ કેન્દ્ર સરકારે જે કાંઈ અ ઇકોઝોનનું જે કાંઈ મતલબ કાયદાનું ગઠન કે જે છે તે એમાં અમે ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ ખેડૂતોને તકલીફ ઓછી પડે ખેડૂતોને હેરાનગતિ ઓછી પડે એમાં અમારા અમારી કક્ષાએ શું થઈ શકે એ બધું કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે અમે ઇકો ઝોનના મુદ્દે ખેડૂતોની સાથે જ છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, હવે ગોપાલ ઇટાલિયા છે સામે રણનીતિ બનાવી દીધી છે રણનીતિ અમે બધા મળીને બનાવશું. ગોપાલભાઈ પણ મારા વિસ્તારમાં એમની અન્ય કોઈ સેવાઓ નથી ક્યારેય જનતાની સાથે કોઈ અરજદારની સાથે કોઈ મારા વિસ્તારમાં ઉડી નાખે વળગે એવું કોઈ કામ એમણે કરેલ નથી કેમ કે અહીંના નથી અહીંયા રહેતા નથી તો નો જ હોય સ્વાભાવિક વસ્તુ છે માત્ર ને માત્ર નેગેટિવ વાતો કરી મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે અન્ય નેતાઓ હોય તેમની વિરુદ્ધમાં મતલબ બિનજરૂરી ટીકાઓ ટિપ્પણીમાં એ ટાઈપની રાજનીતિ મને નથી લાગતું કે જનતા સ્વીકારે આપણે નજીકના ભૂતકાળમાં જ જોયું છે.
અંતમાં તેમણે કહ્યું કે, હવે જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે ત્યાં આગળ ચૂંટણી લડવા આવી રહ્યા છે ત્યારે રણનીતિ બધી જ રીતે તમારી તૈયારી હા ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે સંપૂર્ણ રણનીતિથી જ અમે ચૂંટણી લડશું અને સો એ સો ટકા જીતશું અને પાર્ટી જેને પણ લડાવે એને જીતાડશું વિસાવદર વિધાનસભામાંથી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને ગાંધીનગર જશે એ મને સંપૂર્ણ ભરોસો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
