News of Wednesday, 26th March 2025
ઇનોવેશન ફેરમાં હેટ્રીક સર્જીને ટંકારાના નાના દહીસરાના માસ્તર પ્રાગજીભાઇ ભટ્ટાસણાની પુત્રીએ શ્રધ્ધાંજલી અર્પી
કવિતાબેન પી. ભટ્ટાસણાએ રાજયકક્ષા એ વિજ્ઞાનમાં સ્વરચિત ઉખાણા અને રમતો દ્વારા અધ્યયન રજુ કર્યુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) તા.ટંકરા, તા. ૨૬: ગુજરાત રાજ્યની તમામ શાળાના ઉત્સાહી શિક્ષકો વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે નવતર પ્રયોગ કરી તેના અદભુત ઉકેલ મેળવી રહ્યા છે. આ નવતર પ્રયોગોને શોધવાનું કાર્ય GCERT (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ) કરી રહ્યું છે ત્યારે આખા ગુજરાતમાંથી આવા નવતર પ્રયોગ કરનારા શિક્ષકોની પસંદગી ઇનોવેશન ફેસ્ટિવલમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો ૧૦મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૫ તારીખ ૧૮ થી ૨૦ માર્ચ ૨૦૨૫ દિવસ ૩ યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં વિવિધ ઝોનમાંથી સિલેક્ટ થયેલી ૪૧ ઇનોવેશન રજૂ થયેલા. જેમાં રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાની શ્રી રાતૈયા ્પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકા મુળ નાના દહીસરાના કવિતાબેન પી. ભટાસણા ઝોન કક્ષાએ નંબર મેળવી રાજ્ય કક્ષાએ પોતાનું વિજ્ઞાનમાં સ્વરચિત ઉખાણા અને રમતો દ્વારા અધ્યયન ઇનોવેશન રજૂ કર્યું હતું. જેમાં જી.સી.ઈ.આર.ટી સચિવ શ્રી એચ.જે ડુમરાળિયા, ડાયટ પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ તથા ઇનોવેશન સેલના કન્વીનર વૈશાલી ચાવડાએ ઇનોવેશન સ્ટોલની મુલાકાત લિધી હતી. આ તમામ શ્રેય કવિતા ભટાસણા શિક્ષણના જીવ પિતા પ્રાગજીભાઈને આપે છે જેમનું અવસાન ગત તારીખ ૧૪ માર્ચ ૨૫ ના થયું ત્યારે એવોર્ડ એનાયત થયો જે પિતાને શ્રદ્ધાંજલિ રૂપે આપી ત્રીજી વખત રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેરમાં પસંદગી હેટ્રિક સર્જી જેનો શ્રેય ભણાવ્યા ગણાવ્યા એ રીતે લાયક બનાવ્યા ની યાદો વાગોળી આપ્યો હતો. (૩.૬)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
