<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

દેવભૂમિ દ્વારકા જીલ્લાનું આદર્શ ગામ કેશોદઃ મહિલા શકિત દ્વારા સ્‍વચ્‍છતા-જળ સંચાલન

મુખ્‍યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્‍સાહન યોજના હેઠળ ચેક-પ્રમાણપત્ર સાથે મહિલા સમિતિનું સન્‍માન

    (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૬ :..   પ્રગતિનું નવું પ્રતીક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું કેશોદ ગામ આજે ગ્રામ વિકાસનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે. સતત પ્રગતિના પંથે આગળ વધતા આ ગામે રાષ્‍ટ્રીય સ્‍તરે આદર્શ ગામની પદવી મેળવી છે અને ૨૦૧૭માં રાષ્‍ટ્રપતિના હસ્‍તે સન્‍માન પણ પ્રાપ્ત કર્યું હતું. સરકારી યોજનાઓનો સફળ અમલ અને ગ્રામજનોની સહભાગિતાથી કેશોદે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળ અને સ્‍વચ્‍છતા અભિયાનમાં કેશોદ ગામે નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ અભિયાનમાં ૧૦૦ ટકા મહિલાઓની ભાગીદારીવાળી પાણી સમિતિએ સ્‍વચ્‍છતા અને જળ વ્‍યવસ્‍થાપનમાં જિલ્લા માં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું. આ ઉમદા કામગીરી માટે મુખ્‍યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્‍સાહન યોજના હેઠળ ઈં ૫૦,૦૦૦ના ચેક ની સાથે પ્રમાણપત્ર આપી મહિલા સમિતિનું સન્‍માન કરવામાં આવ્‍યું. આ ઘટનાએ ગામની મહિલાઓની ક્ષમતા અને સમર્પણને રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રકાશિત કર્યું છે.

સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના દ્વારા ગામના આવાસની જરૂરિયાતવાળા પરિવારો માટે મોટું કામ થયું છે. આ યોજનાઓ હેઠળ લગભગ ૧૦૦ જેટલા ઘરવિહોણા લોકોને સુંદર અને મજબૂત મકાનોનું નિર્માણ કરી આપવામાં આવ્‍યું છે, જેનાથી તેમનું જીવન સ્‍તર ઊંચું આવ્‍યું છે. આ ઉપરાંત, કેન્‍દ્ર સરકારશ્રીની ઉજ્જવલા યોજના દ્વારા દરેક ઘરને ફ્રી ગેસ કનેક્‍શન આપવામાં આવ્‍યું છે, જેના પરિણામે કેશોદે સ્‍મોકલેસ ગામની પદવી પણ મેળવી છે.

કેશોદે ૧૦૦ ટકા સૌચાલય અને સ્‍વચ્‍છતા સાથ  ODF પ્‍લસ ગામનો દરજ્જો હાંસલ કર્યો છે. હર ઘર જળ યોજના દ્વારા દરેક ઘરમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની શ્રેષ્ઠ સ્‍માર્ટ સ્‍કૂલ, કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ ક્‍લાસની સુવિધાઓએ બાળકોનું ભવિષ્‍ય ઉજ્જવલ બનાવ્‍યું છે. આરોગ્‍ય ક્ષેત્રે ૨૪થ૭ ફ્રી એમ્‍બ્‍યુલન્‍સ સેવા અને PMJAY કાર્ડમાં પ્રથમ સ્‍થાને રહીને ગામે નવો ઈતિહાસ રચ્‍યો છે.

ખેતી અને પશુપાલનમાં પણ કેશોદે આગવું સ્‍થાન મેળવ્‍યું છે. ગામમાં સૌઙ્ઘથમ ર્ર્ંફાર્મર પ્રોડ્‍યુસર કંપની (FPOર્ર્)ંની સ્‍થાપના થઈ, જે ખેડૂતો માટે આર્થિક સશક્‍તિકરણનું માધ્‍યમ બની. આધુનિક ગૌશાળા અને પશુ આરોગ્‍ય કેમ્‍પોએ પશુપાલનને નવી દિશા આપી છે. મિશન મંગલમ યોજના દ્વારા મહિલાઓને સ્‍વરોજગારની તકો મળી, જેનાથી તેમનું જીવન સ્‍તર ઊંચું આવ્‍યું છે.

ગામની સુરક્ષા અને સ્‍વચ્‍છતા માટે ડોર-ટુ-ડોર વેસ્‍ટ મેનેજમેન્‍ટ ની સુંદર વ્‍યવસ્‍થા ઉમેરાઈ છે. પાકા રસ્‍તાઓ, સુંદર પ્રવેશદ્વારો અને ગાર્ડન સાથેની શાળાઓએ ગામની શોભા વધારી છે. સામાજિક અને ધાર્મિક વિકાસ માટે મંદિરોનું નવીનીકરણ અને બાલકળષ્‍ણ ગાર્ડન જેવા પ્રયાસો થી સૌવ ને આકર્ષિત કરી ગામની એકતાને મજબૂત કરી છે.

કેશોદ ગામે સાબિત કર્યું છે કે સમુદાયની ભાગીદારી અને સરકારી યોજનાઓનો સુમેળ ગામનો કાયાપલટ કરી શકે છે. આ ગામની સફળતા દેશભરના ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે. (પ-૮)

(10:18 AM IST)