<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

બગસરા પંથકમાં દુષ્‍કર્મ આચરનાર પિતા જેલ હવાલેઃ પુત્રીનાં શિક્ષણની જવાબદારી પોલીસે લીધી

૧૦ દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી દીધી : સ્‍પેશ્‍યલ પી.પી. ની નિમણુક

 ( સમીર વીરાણી દ્વારા) બગસરા,તા. ૨૬ :  થોડા દિવસો પૂર્વે બગસરા પંથકમાં પિતા દ્વારા તેની પુત્રી પર વારંવાર દુષ્‍કર્મ આચરવામાં આવતું હોવાની ફરિયાદ તેના જ ફઈ દ્વારા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા આ ઘટનામાં નવા કાયદા બી એન  એસ એસ મુજબ ઈ સાક્ષ્ય કરી મહત્‍વના પુરાવા એકત્ર કરી ખૂબ જ સ્‍તર્કતા રાખી દસ દિવસ જેવા ટૂંકા ગાળામાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી. જેને કારણે આરોપીને જેલહવાલે કરવામાં પોલીસ સફળ થઈ હતી. જ્‍યારે સમા પક્ષે ભોગ બનનાર પીડિતાનું જીવન સામાન્‍ય રહે તે માટે તેની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. કેમકે પીડિતાની માતાના હોવાથી આ બાબતે ધારી એ.એસ.પી.જયવીર ગઢવી તેમજ બગસરા પોલીસ પી.આઈ. એમ ડી સાલુકે જણાવ્‍યા અનુસાર પોલીસ દ્વારા આ દીકરીને યોગ્‍ય શિક્ષણ મળી રહે તે માટેની તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

આમ જિલ્લા  પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે કરી પીડિતાની પણ યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવી ઉત્તમ માનવીય વર્તનનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.આ પીડિતાને ન્‍યાય ઝડપથી મળે અને સ્‍પેશ્‍યલ પી પી ની નુમણૂંક કરવામાં આવશે.

(12:10 PM IST)