<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જામનગરમાં રવિવારે કચ્છી લોહાણા તરફથી દરિયાલાલ જયંતીની ઉજવણી કરાશે

સાંજે 6:00 વાગ્યે ઉડેરો લાલ ના ભજનો તેમજ ભારણો, સાંજે 7:30 વાગે આરતી અને પ્રાર્થના ત્યારબાદ 8:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ :
પ્રતિ વર્ષની ચૈત્ર સુદ બીજના રોજ  કચ્છી લોહાણા મિત્ર મંડળ તરફથી ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે  રવિવાર તા. ૩૦/૦૩/૨૦૨૫ ના રોજ પરંપરાગત રીતે દરિયાલાલ જયંતિ પાટોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. 

સાંજે 6:00 વાગ્યે ઉડેરો લાલ ના ભજનો તેમજ ભારણો, સાંજે 7:30 વાગે આરતી અને પ્રાર્થના રાખવામાં આવેલ છે. ત્યારબાદ 8:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 

સૌ કચ્છી લોહાણા પરિવારે લોહાણા મહાજન વાડી પંચેશ્વર ટાવર જામનગર ખાતે રાખેલ આ ઉત્સવમાં ભાગ લેવા પ્રમુખ પ્રીતિબેન મનુભાઈ ગણાત્રા, સંયોજક જય દૈયા , શ્રી વિશાલ કતીરા,  પિયુષ પલણ , મિલન ગણાત્રા અને સમીર ગણાત્રાએ એક અખબારી યાદીમાં આમંત્રણ આપ્યું છે.

(1:11 PM IST)