News of Wednesday, 26th March 2025
આ વર્ષે નૈઋત્ય ચોમાસુ ૧૦ દિવસ મોડુ, વૈખ ને પૈખ નક્ષત્ર ઉપર વરસાદનો આખો મદાર! હવામાન નિષ્ણાત કિશોર ભાડજા
વાવણી લાયક વરસાદ બાદ એકાદ મહિનાની વરાપ ખેડૂતોને નિંદામણ અને હાતી માટે પુરતો સમય રહેશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ૨૦૨૫ની સાલનુ વર્ષ કેવુ રહેવાનું છે જે ચૈત્રસુદ પાંચમની ખાદલી (ગાડલી) ઉપરથી આખા વર્ષનુ તારણ આપતા આવ્યા છે આ ખગોળીય ઘટના છે જેને આપણે ખાદલીના નામે ઓળખાય છે ચૈત્રસુદ પાંચમની રાત્રે આકાશમા નિહાળી એ ક્રુતિકા નક્ષત્રને છોકરા કહેવાય છે રોહિણી નક્ષત્રને માલના ગાડાથી ઓળખાય છે. ચંદ્રને વશિયાત એટલે (વેપારી) કહેવાય છે.અને મળગશીર્ષ નક્ષત્રને રખેવાળ કહેવાય છે.
આ સાલ તારીખ ૦૨-૦૪-૨૦૨૫ ને બુધવાર ચૈત્ર સુદ પાંચમની રાત્રે ખાદલી ઉપરના ચિત્ર પ્રમાણે પヘમિ દિશામા ૮:૩૦ મિનિટથી જોવા મળશે ચિત્ર પ્રમાણે વશિયાત માલના ગાડાથી પાછળ દૂર સમતોલમાં ચાલે છે તે જોતા ખેત ઉત્પાદન મધ્યમ સારૂ થાય ચિત્રમા વશિયાત છોકરા ઓની પાછળ પાછળ એક રસ્તા પરથી ચાલે છે તેથી માણસ સમુદાય ઉપર થોડી ઘણી મુશ્કેલીના એંધાણ વર્તાઈ ચિત્રમા વસિયાત રખેવાળથી દૂર ચાલે છે તે જોતા સરહદ ઉપર કોઈ ભય દેખાતો નથી વૈશાખ મહિનામા ભરણી નક્ષત્ર ઉત્તરતા અને ક્રુતિકા નક્ષત્ર બેસતા તારીખ ૧૦ મે નજીકમા માવઠાની શકયતાઓ છે આ વર્ષ ૨૦૨૫ ની સાલનુ ચોમાસુ ૧૦ દિવસ મોડું આવશે આ વર્ષે આદ્રા નક્ષત્ર બેસતા તારીખ ૨૨ જૂનથી પ્રીમોનસુંન શરૂઆત થશે તારીખ ૨૨-૦૬-૨૦૨૫ રવિવાર આદ્રા નક્ષત્ર સમય ૬:૨૦ મિનિટથી બેસે છે તેમનુ વાહન ઉંદરનુ છે ચંદ્ર નક્ષત્ર ભરણી અષાઢ સુદ દસમથી પૂનમ આદ્રા નક્ષત્ર ઉતરતા અને પુનર્વસુ નક્ષત્ર બેસતા તારીખ ૫ જુલાઈથી ૧૦ જુલાઈ સુધીનમાં વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવશે પુષ્પ નક્ષત્ર બેસતા અને ઉતરતા પણ વરસાદ નો રાઉન્ડ સારો છે અશ્લેખા નક્ષત્રમા અને મધા નક્ષત્રમા વરસાદની ખેંચ વરતાઈ ભાદરવા સુદ દશમ થી પૂનમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમા તારીખ ૩ સપ્ટેમ્બર થી ૮ સપ્ટેમ્બર મા જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમા તારીખ ૧૮ સપ્ટેમ્બરથી વરસાદનો જોરદાર નદી નાળા છલકાઈ તેવો રાઉન્ડ આવશે જે ૧૦ દિવસનો રાઉન્ડ છે હાથિયો નક્ષત્ર બેસ્તા નૈઋત્ય ચોમાસુ વિદાઈ લેશે આ વર્ષે રોહિણી વાસ પર્વત પર અને મેઘ નિવાસ કુંભારને ધરે છે આ સાલ તારીખ ૨૯-૦૩-૨૦૨૫ શનિવાર શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં સમય ૨૧:૪૦ મિનિટે પ્રવેશ કરશે અને ફાગણવદ અમાસ તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫ શનિવાર સૂર્ય ગ્રહણ છે સૂર્ય ગ્રહણ ભારતમા દેખાવાનુ નથી અને મીન રાશિમાં છ ગ્રહો ભેગા થાઈ છે સૂર્ય ચંદ્ર શુક્ર શનિ બુધ અને રાહુ આ વર્ષે ચૈત્ર સુદ પાંચમ તારીખ ૨ એપ્રિલ ૨૦૨૫ ને બુધવાર આવશે આ વર્ષે ચૈત્ર સુદ પાંચમની ખાદલી જોતા આ વર્ષે માણસ સમુદાઈ ઉપર થોડીક મુશ્કેલીના એંધાણ દેખાઈ છે આ આગાહી ખગોળ શાષાના આધારે કરવામાં આવે છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધું કુદરતને આધીન છે. હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જીલ્લોમોરબી મો ૯૫૮૬૫૯૦૬૦૧
માળીયામિંયાણાના વેજલપર ગામે વરસાદી પાણીના નિકાલ માટેના ભુંગળામાં ભૂગર્ભ ગટરના કનેક્શનો આપી દેવાતા કચવાટ
(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા, તા. ૨૬: માળીયામિંયાણાના વેજલપર ગામે ગ્રામ પંચાયતના પાપે રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાઈ તેવુ વિકાસ કાર્ય કરાતા સ્થાનીક લોકોમાં કચવાટ ઉભો થયો છે વિવાદીત વિકાસ કાર્યમાં ગ્રામ પંચાયતે ઘરની ધોરાજી ચલાવવીને તાજેતરમાં વેજલપર બસ સ્ટેન્ડથી રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ભુગર્ભ ગટરના કનેકશનો આપવાની મંજૂરી આપી રહેણાંક વિસ્તારની પાસે જ ગટરના અત્યંત દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાતા સ્થાનીક રહેવાસીઓમાં રોષ ભભુકી ઉઠયો છે જ્યાં વર્ષોથી ગંદકી નહોતી ત્યાં ગંદકીનો વિકાસ કરાતા વિકાસ કામ ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ઢંગધડા વગરની આડેધડ કામગીરીને કારણે રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભરાતા લાખોના ખર્ચે નાખેલ લાઈન ફરી નિષ્ફળ જાય તો નવાઈ નહીં કેમ કે અસહ્ય દુર્ગંધ મારતા ગંદા પાણીમાં કરોડોની સંખ્યામાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી રોગચાળો ફાટી નીકળવાની શકયતા સેવાઇ રહી છે તેમજ ગટરના પાણીની અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થાય તેવી વાસ આવતી હોય તાત્કાલિક રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને આ દુર્ગંધથી છુટકારો અપાવવા માંગ ઉઠી રહી છે.
જેથી આ ગેરકાયદેસર કનેકશનની મંજૂરી આપનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ભુગર્ભ ગટર કનેક્શનો દુર કરવાની માંગ ઉઠી છે અન્યથા વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળા પણ ભુગર્ભ ગટરના કનેકશનોના પાપે બંધ થાય તેવી શકયતા સેવાઈ રહી છે જેથી ફરી લાખો રૂપિયાનો ધુમાડો થાય તે પહેલા જ તંત્ર દ્વારા ત્વરીત પગલાં લઈને રહેણાંક વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણી બંધ કરવા માંગ ઉઠી છે.
વધુમાં ગ્રામ પંચાયતના અમુક સદસ્યોએ આ લાઈનમાં ભુગર્ભ ગટરના કનેકશનો ન આપવા પણ ઠરાવ વખતે જણાવ્યું હતું છતાં કનેક્શનો કોની મંજૂરીથી આપ્યા જેના કારણે રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાઈ તે પણ તાલુકા વિકાસ અધિકારી માટે તપાસનો વિષય બન્યો છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
